ETV Bharat / state

દિવ્યાંગ યુવકે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા

મહેનત હોય તો સફળતા આપો આપ મળી જાય છે ત્યારે આવી જ મહેનત અને લગન સાથે દિવ્યાંગ હોવા છતાં વિસનગરના એક નાનકડા ગામના યુવાને પોતાના મક્કમ મનોબળ સાથે દોડ અને કુદની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું આગવું પર્ફોમન્સ આપતા 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

દિવ્યાંગ યુવકે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા
દિવ્યાંગ યુવકે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા
author img

By

Published : Apr 2, 2021, 10:37 PM IST

  • દોડ અને કુદની સ્પર્ધામાં દિવ્યાંગ યુવક પ્રથમ આવ્યો
  • 256 સ્પર્ધકોને પછાડી સ્પર્ધામાં યુવક પ્રથમ આવ્યો
  • 409 અને 800 મીટરની દોડ અને કુદ સ્પર્ધમાં વિસનગરનો દિવ્યાંગ જળકયો

મહેસાણાઃ જિલ્લાના વિસનગરના કુવાસણા ગામે રહેતા પરિવારના 22 વર્ષીય યુવાન રામસંગજી ઠાકોરે પોતાની દિવ્યાંગ અવસ્થામાં પણ પેરાલામ્પિક કમિટી ઓફ ગુજરાતમાં પસંદગી પામી રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી 256 સ્પર્ધકો સાથેની 400 અને 800 મીટરની દોડ અને લાંબી કુદની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આમ શુક્રવારે મહેસાણા જિલ્લા અને રાજ્યનું ગૌરવ એક દિવ્યાંગ ખેલાડીએ વધાર્યું છે. જે માટે સ્થાનિક દિવ્યાંગોની સંસ્થાઓ દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

દોડ અને કુદની સ્પર્ધામાં દિવ્યાંગ યુવક પ્રથમ આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.