- રાત્રે 8થી સવારના 6 સુધી લોકડાઉન પર વેપારીઓ નારાજ
- નાના-મોટા વેપારીઓના વ્યવસાય પર પડી શકે છે અસર
- રાજ્ય સરકારના રાત્રી લોકડાઉન પર વેપારીઓએ કરી આંશિક લોકડાઉનની માગ
મહેસાણા: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કોરોનાના વધતા કેસ મામલે રાત્રી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાત્રે 8 વાગ્યાથી લઈ બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી લોકડાઉનનનું પાલન કરવા 20 શહેરોને ખાસ આદેશ કરાયા છે. જોકે સરકારનો આ નિર્ણય વેપારીઓને હજમ થઈ રહ્યો નથી. કારણ કે ઘણા એવા નાના-મોટા ધંધાદારીઓ સાંજથી રાત્રી સુધીના સમયે જ વ્યવસાય કરી પોતાની કમાણી કરતા હોય છે અને આ લોકડાઉન તેમના વ્યવસાય માટે ખતરો ઉભો કરી રહ્યું છે, માટે નારાજગી બતાવી રહ્યા છે.
આ પણ વાંચો: સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને
સંપૂર્ણપણે 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા વેપારીઓની માંગ
સામાન્ય રીતે કોરોના રાત્રે કે દિવસે નહી પરંતુ બેજવાબદારી દાખવતા વધી રહ્યો છે, ત્યારે દિવસે બજારો ખુલ્લા અને રાત્રે બંધ રાખવાથી કોઈ ફેર નહી પડે, પરંતુ સંપૂર્ણપણે 3 કે 4 દિવસનું લોકડાઉન કરવાની વેપારીઓ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગર બ્રાસપાર્ટમાં જોડાયેલા શ્રમિકોની લોકડાઉન વિશે પ્રતિક્રિયા
ખાણી-પીણીના વેપારીઓ અત્યંત નારાજ
ગુજરાતની જનતા ખાણી-પીણીની શોખીન છે અને ખાણી-પીણીનો વ્યવસાય મોટા ભાગે રાત્રે જ ચાલતો હોય છે, ત્યારે રાત્રે 8 વાગ્યાના લોકડાઉનથી આ નાના વેપારીઓ ધંધાદારીઓને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. ધંધો ન થતા આવક બંધ અને કર્મચારીઓના પગાર ખર્ચ મોટું નુકસાન કરાવી શકે છે, ત્યારે વધુ 2 કે 3 કલાક છૂટછાટ આપવાની વેપારીઓ માંગ કરી રહ્યા છે.