મહેસાણા: વર્ષો પહેલાના સમયે પાણીની જરૂરિયાત સંતોષવા ગાયકવાડી સરકાર દ્વારા સિંચાઈના આગવા આયોજનથી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થોળ તળાવ બાંધવામાં આવ્યું હતું. વર્ષ 1912માં આ તળાવ નિર્માણ પામતા આ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ અને પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત થયો અને ત્યારથી અત્યાર સુધી આ તળાવ અહીંના ખેડૂતો માટે જીવા દોરી સમાન સાબિત થયું છે.
ગાયકવાડી સમયથી મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે થોળ તળાવ થોળ તળાવની જો વાત કરીએ તો આ તળાવ 700 હેકટરમાં પથરાયેલું છે. જેના પાળાની લંબાઈ 5620 મીટર એટલે કે 5.62 કિલોમીટરની છે. 312 મિલિયન ઘનફૂટ તળાવની સંગ્રહ શક્તિ છે તળાવનું સિલ લેવલ 153 ફૂટ છે જ્યારે મહત્તમ જળ સપાટી લેવલ 167 ફૂટ છે તો તળાવમાં પાણીનો વધારો થાય તેના આપોઆપ નિકાલ માટે એક 200 અને 100 ફૂટની લંબાઈ વાળી બે છલતી 153 અને 156 ફૂટના લેવલ પર મૂકેલા છે. જેના તપાવમાં 10 ફૂટ લેવલ પર પાણી સંગ્રહ થયા બાદ વધારાનું પાણી આપમેળે નિકાલ થાય છે. તળાવમાંથી ઓવરફ્લો થયેલું પાણી છલતી દ્વારા અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અન્ય ગામોને મળે છે અને આગળ નળ સરોવરમાં જાય છે તો તળાવમાં ભરપુરની સ્થિતિએ લેવલ 12 ફૂટ થતા ઉત્તર ભાગેથી પાણીનો નિકાલ આપમેળે થતા વધુ પાણીની જરૂરિયાત એવા ડાંગરનો પાક લેતા વિસ્તારમાં પાણી જાય છે. માટે તળાવમાં અતિપૂરની સ્થિતિએ પણ ખેતી પાકને નુક્ષાન પહોંચતું નથી.
ગાયકવાડી સમયથી મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે થોળ તળાવ થોળ તળાવ ગાયકવાડી સમયથી અત્યાર સુધી ખેડૂતોને સિંચાઈ માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે. તો સરકાર દ્વારા પણ 25 વર્ષ પહેલાં તળાવનો પાળો તૂટતા 80 લાખ અને ત્યાર બાદ 2008 માં 2 કરોડ ખર્ચ કરી તળાવના વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. આમ થોળ ગામે આવેલા સિંચાઈ ઉપયોગી આ તળાવ ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલું હોઈ અહીં દેશ વિદેશના પક્ષીઓ શિયાળાની સીઝનમાં આશરો લેવા આવતા હોય છે. જેને જોતા સરકાર દ્વારા વર્ષ 1988માં થોળને પક્ષીઅભિયારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આમ તળાવમાં સિંચાઈ અને પક્ષીઓના આશરા માટે પાણીના સંગ્રહનું ખાસ આયોજન કરવામાં આવે છે. તો વળી નર્મદાના નીર આ તળાવમાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગાયકવાડી સમયથી મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે થોળ તળાવ થોળ તળાવ ગત વર્ષે 9 ફૂટ જળ સપાટી પર ભરેલું હતું. જે વર્ષ દરમિયાન પાણીનો સિંચાઈમાં ઉપયોગ અને બાષ્પીભવન થતા તળાવમાં પાણી સુકાઈ ગયા હતા. જ્યારે ચાલુ સીઝનમાં આ વિસ્તારમાં વરસાદ ઓછો હોવાને લઇ તળાવ માંડ 4 કે 5 ફૂટ ભરાયું હતું. પરંતુ સરકારના આયોજનથી ખેડૂતોને સિંચાઇની જરૂરિયાત પૂરી કરવા આને પક્ષીઓનો આશરો બની રહે માટે નર્મદાના નીર આ તળાવમાં ભરતા હાલમાં આ તળાવની જળ સપાટી 8.6 ફૂટ જેટલી નોંધાઇ છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોની સિંચાઈ માટે આ તળાવ પરિપૂર્ણ છે.ગાયકવાડી સમયથી મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે થોળ તળાવ