ETV Bharat / state

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા

author img

By

Published : Feb 17, 2021, 3:30 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે એક માત્ર શહેર ઊંઝા નગરપાલિકામાં ભાજપ સામે ભાજપના જ કેટલાક લોકોનું જૂથ અપક્ષમાં ઉમેદવારી કરીને ભાજપ સામે ઉભો છે. ત્યારે ઊંઝામાં ડેમેજ કંટ્રોલ કરવા અને ભાજપની સીટો પર પક્કડ મેળવવા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઊંઝાની મુલાકાત લીધી હતી.

ઊંઝામાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉમિયા માતાજીના દર્શન કર્યા

  • ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરીને સ્મૃતિએ મતદારોનો મત જીતવા કર્યો પ્રયાસ
  • કોંગ્રેસમુક્ત વિસ્તારમાં સ્મૃતિએ સંબોધન કરવાનો અનોખો અનુભવ વ્યક્ત કર્યો
  • પંચાયતથી લઈને પાર્લામેન્ટ્રી સુધી સેવા કરવા ઇચ્છતા લોકોને મત આપવા સ્મૃતિની અપીલ

મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે એક માત્ર શહેર ઊંઝા નગરપાલિકામાં ભાજપ સામે ભાજપના જ કેટલાક લોકોનું જૂથ અપક્ષમાં ઉમેદવારી કરીને ભાજપ સામે ટાંગ ભીંડાવી છે. ત્યારે ઊંઝામાં ડેમેજ કંટ્રોલ કરવા અને ભાજપની સીટો પર પક્કડ મેળવવા માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઊંઝામાં હાજરી આપીને ઉમિયા માતાજીના દર્શન કરીને માતાજીના આર્શીવાદ લઈને ઊંઝામાં જાહેર સભાને સંબોધી હતી. જેમાં કોંગ્રેસ અને રાહુલ સહિત ગાંધી પરિવાર સામે આક્ષેપો અને કટાક્ષ કરીને મતદારોને ભાજપ તરફ આકર્ષાવાનો પ્રયાસ કર્યો હતો.

પંચાયતથી પાર્લામેન્ટરી સુધી સેવા કરે તેને મત આપવાની સ્મૃતિએ કરી અપીલ

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મોદી રાજમાં પ્રજાને મળેલી સેવાનો ઉલ્લેખ કરીને જનતા માટે અને જનતા થકી કામ કરતા નેતાઓમાં મોદીને મોડલ દર્શવાતા પંચાયતથી પાર્લામેન્ટરી સુધી સેવા આપે તેવા ઉમેદવારને વોટ આપવા આહવાન કર્યું હતું. તો લોકડાઉનમાં કરોડો લોકોને અન્ન મળે અને ગામડામાં પણ 24 કલાક વિજળી મળે તેવા જનહિતના કાર્યો ભાજપ શાસનમાં થયા હોઈ, યોગ્ય દિશામાં મતદાન કરવા સ્મૃતિએ મતદારોને અપીલ કરી હતી.

મોદીજીએ 2.50 કરોડ ઘરોમાં વીજળી પહોંચાડી

ઊંઝામાં ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. ઊંઝામાં સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું હતું કે, દેશમાં જ્યારે લાઈટ જતી ત્યારે લોકો કહેતા ગુજરાતમાં લાઈટ ગઈ ન હતી. આવી રોશનીને ગુજરાતથી સંસદમાં પહોંચાડ્યા. મોદીજીએ 2.50 કરોડ ઘરોમાં વિજળી પહોંચાડી હતી. આ વાત બીજા લોકોને પચતી નથી એ લોકો કહેતા ચા વાળો વડાપ્રધાન ન બની શકે. એ લોકોએ એવી એફિડેવિટ કરી હતી કે, રામ નહીં વિધિનું વિધાન હતું એટલે મોદીજી વડાપ્રધાન બન્યા અને હવે રામ મંદિર બનશે.

ગામડાઓમાં 2 કલાકથી વધુ લાઈટો ન હતી

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં 2 કલાકથી વધુ લાઈટો ન હતી. જે તે સમયે કેન્દ્રમાં બેઠેલી કેન્દ્ર સરકારે લોકોને વિકાસથી વંચિત રાખેલી બંજર ભૂમિમાં પાણી પહોંચાડવા કોંગ્રેસ બાધા બનતી હતી જોકે, હવે ઘરે-ઘરે પાણી પહોંચ્યું છે. સરદાર સાહેબની પ્રતિમા બનાવવા પણ કોંગ્રેસ સવાલ કરતી. રાહુલ ગાંધી કહે છે કે, ગુજરાતીઓ બહુ ચા પીવે છે. ચા પીતા લોકોના ખીસ્સામાં હાથ નાખવાની વાત કરી હતી.

જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોઈ ગુજરાતનો વાળ પણ વાંકો નહીં કરી શકે

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાંભળી લે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ગુજરાતનો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. ઉમિયા માતાજીના સ્થાને જનતાને કહીશ કે, જે ગુજરાતનું વારંવાર અપમાન કરે અને ગુજરાતીઓના ખિસ્સામાંથી પૈસા કાઢીને લઈ જશે. એવી ધમકી આપનારને વોટ અપાઈ? ઊંઝામાં કોંગ્રેસમુક્ત ક્ષેત્રમાં બોલવાનો આજે મોકો મળ્યો છે. તમે એવા ઉમેદવારોને વોટ આપો જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પહોંચી સેવા કરવા માંગતા હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.