મહેસાણાઃ જિલ્લામાં જોખમી વણિકર શોપિંગ સેન્ટરનો (Vanikar Shopping Center) સ્લેબ તૂટી પડતા તેની નીચે અનેક વાહનો દટાઈ (Slab collapsed in Mehsana) ગયા હતા. તેના કારણ વાહનચાલકોએ નુકસાન વેઠવાનો (Damage to motorists in Mehsana) વારો આવ્યો હતો. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી.
આ પણ વાંચો-Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે
વાહનચાલકોને થયું નુકસાન - મહેસાણા શહેર વચ્ચે આવેલા ફૂવારા સર્કલ નજીકના વણીકર શોપિંગ સેન્ટરના (Vanikar Shopping Center) ઉપરના માળે સમી સાંજે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શોપિંગના ત્રીજા માળે બનાવેલા ફૂટપાથનો સ્લેબ એકએક ધરાશાઈ થતા અકસ્માત સર્જાયો હતો. તેના કારણે શોપિંગ સેન્ટરમાં (Vanikar Shopping Center) મોટો ધડાકો સાંભળતાં લોકો ભયભીત થયા હતા. તેમ જ દુકાનો નીચે પાર્ક કરેલા વાહનો અને કેટલી સામગ્રી સ્લેબના કાટમાળ નીચે દટાઈ (Slab collapsed in Mehsana) જતા 5 જેટલા વાહનો સહિતની ચીજવસ્તુઓને નુકસાન (Damage to motorists in Mehsana) થયું હતું.
આ પણ વાંચો- ભરૂચમાં ઓવરબ્રીજનો હિસ્સો પડ્યો, પાર્ક કરેલા વાહનો અને કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો
સૂત્રોના મતે શોપિંગ સેન્ટરને અપાઈ હતી નોટિસ - વણિકર શોપિંગ સેન્ટરમાં (Vanikar Shopping Center) સ્લેબ ધરાશાઈ થતાં મહેસાણા નગરપાલિકા અને ફાયર સેફ્ટીની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ પાલિકાએ આ જોખમી શોપિંગ સેન્ટર ઉતારી લેવા માટે નોટિસ આપી હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તો પાલિકાએ આ જોખમી વિસ્તારને કોર્ડન કરી એક તરફનો માર્ગ બંધ કરી દીધો હતો.
નગરપાલિકા હજી બીજા અકસ્માતની રાહ જોઈ રહી છે કે શું... - મહત્વનું છે કે, ચોમાસા પહેલા મહેસાણાના આ શોપિંગ સેન્ટરમાં (Vanikar Shopping Center) સ્લેબ પડવાની આકસ્મિક ઘટના સામે આવી છે. ત્યારે શહેરમાં હજી પણ ઘણી જગ્યાએ જોખમી ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી હાલતમાં છે. તો પાલિકા દ્વારા આ મિલકતો સામે ખાલી નોટિસો જ આપવામાં આવશે કે કાર્યવાહી પણ કરવામાં આવશે.