- સ્વામી વિવેકાનંદ યુવા સંગઠન દ્વારા જવાનો માટે રાખડી મોકલવામાં આવી
- ‘પહેલી રાખી દેશ પ્રેમ કી’ના નારા સાથે રાખડીઓ એકત્ર કરાઈ
- જિલ્લાના 683 ગામમાંથી 1226 રાખડીઓ એકત્ર કરાઈ
- 1226 મહિલાઓ દ્વારા શુભેચ્છા પત્ર સાથે રાખડીઓ બોર્ડર પરના જવાનોની રક્ષા કાજે મોકલવામાં આવી
- તમામ 1226 રાખડીઓનું મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલના હસ્તે પૂજન કરવામાં આવ્યું
- શારદાબેન પટેલે યુવાઓના આ કાર્યને બિરદાવી સૈનિકોની રક્ષા કાજે શુભેચ્છા ભર્યા આશિષ પાઠવ્યા
મહેસાણા: યુવાઓના વિકાસ અને દેશ પ્રેમની ચાહના સાથે કાર્યરત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના યુવાનો દ્વારા ભારત માતાની રક્ષા કરતા સરહદ પર તૈનાત જવાનો માટે રક્ષાબંધનનો તહેવાર યાદગાર બની રહે માટે ખાસ એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લામાંથી આ યુવાઓ દ્વારા 683 ગામની 1226 મહિલાઓના હસ્તે નિર્મિત 1226 જેટલી રાખડીઓ એકત્ર કરી તેમના શુભેચ્છા સંદેશા સાથે મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલના હસ્તે પૂજન કરાવી સરહદ પર મોકલકામાં આવી છે.
યુવાઓના આ કાર્ય થી ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે એક ધાગા રૂપી રાખડી પણ રક્ષા કરવાનું કામ કરતી હોય છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર સબંધો થકી બહેનોના આશિષ સાથે સરહદ પરના જવાનોને તેમની રક્ષા કાજે રાખડીઓ મોકલી આપવાનું આ અનોખું આયોજન કરાયું છે. આ પ્રસંગે ખુશીની લાગણી અનુભવતા મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલ દ્વારા પણ એક કવરમાં શુભેચ્છા સંદેશ સાથે જવાનો માટે રાખડી મોકલી આપવામાં આવી છે તો યુવા વર્ગના આ કાર્યને સાંસદ દ્વારા બિરદાવવામાં આવ્યું છે.