- મહેસાણામાં વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતની સામાન્ય સભા યોજાઈ હતી
- સભા સિસ્કો વેબએક્સ પ્લેટફોર્મના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી
- નવા હોદ્દેદારોની નિમણૂક અને સભ્યોને અપાઈ જવાબદારી
મહેસાણા: વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંત, વિજ્ઞાન ભારતીની સામાન્ય સભા સિસ્કો વેબએક્સ પ્લેટફોર્મના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. જે સામાન્ય સભામાં સમગ્ર ગુજરાતમાંથી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય સભાની શરૂઆતમાં સૌપ્રથમ શિવમ મુંશી દ્વારા વિજ્ઞાન ગુર્જરી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં છેલ્લી સામાન્ય સભાનો અહેવાલ તથા 2019-20ના કાર્યક્રમોની વાર્ષિક અહેવાલ સંગઠનના સચિવ ડો. મૌનીક જાની દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિથી અનુમોદિત કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન ગુર્જરીનું 201920નું વાર્ષિક સરવૈયુ કોષાધ્યક્ષ ડૉ પ્રશાંત કુંજડિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેને પણ સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં અધ્યક્ષ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે ડો. હેમંત પટેલની વરણી કરવામાં આવી છે. ડો. ચૈતન્ય જોષી, પ્રાધ્યાપક એનીમલ બાયોટેકનોલોજી વિભાગ અને હાલ ડાયરેક્ટર, જીબીઆરસી, ગાંધીનગરને અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી છે.
સંગઠન ટીમની કરાઈ ઘોષણા
નવા ચૂંટાયેલા અધ્યક્ષ ડો. ચૈતન્ય જોષી દ્વારા પ્રાંત સંગઠનની ટીમની પણ ઘોષણા કરવામાં આવી હતી. તેમાં ઉપાધ્યક્ષ તરીકે ડો.હેમંત શુક્લા, ડો. ઇન્દ્રજીત પટેલ શ્રી કશ્યપ ત્રિવેદી , સચિવ તરીકે ડો. પ્રશાંત કુંજડીયા, સહ સચિવ તરીકે ડો.સુનીલ કહાર ,કોષાધ્યક્ષ તરીકે ડો.દિગ્વિજય રાણા અને સહ કોષાધ્યક્ષ તરીકે ડો. અમિત બાલાણી, તથા અન્ય કારોબારી સભ્યમાં પૂર્વ અધ્યક્ષ ડો. વિદ્યાધરજી વૈદ્ય, એએયુ, ડો. શૈલેશ ભાવસાર, એએયુ, ડો.અમિત પરીખ, ગણપત યુનિવર્સિટી , ડો.પ્રવીણ દુધાગરા, વીએનએસજીયુ, ડો. દર્શી બક્ષી, નવરચના યુનિવર્સિટી, અને ડો. વિરેન્દ્ર ભટ્ટ, જેઅયુ ની નિમણૂક કરવામાં આવી હતી.
આ સભ્યોને સોંપાઈ જવાબદારી
આ સિવાય વિજ્ઞાન ગુર્જરીના અન્ય આયામમાં જવાબદારી આપવામાં આવી છે. જેમાં સદસ્યતા અભિયાન સંયોજક તરીકે શિવમભાઈ મુનશી, આઈફા સંયોજક તરીકે ડો. સુનીલભાઈ કહાર, ડો.રાજેશ્રીબેન ચારણ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન સંયોજક તરીકે પંકજ દરજી, વિષ્ણુ પટેલ, શૈલેષ કાછડીયા, ડો.ભક્તિબેન વાજપાઇ, ડો.હેતલબેન રોય, ડૉ.અમિત બાલાણી, કુમારી વિધિ પટેલ, નરેન્દ્રભાઇ ગોર, શક્તિ સંયોજક ડો.ભાવનાબેન ચૌહાણ, ડો.ભક્તિબેન વાજપાઇ અને ડો. હેતલબેન રોયના નામ સામેલ છે.