- મહેસાણાના વેપારી સાથે લૂંટની ઘટના
- અણીએ 2.50 લાખની લૂંટ કરી ત્રણ લૂંટારું ફરાર
- બેચરાજી પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
મહેસાણા : જિલ્લામાં બેચરાજી વિસ્તારમાં કેટલાક શખ્સો બેફામ બન્યા છે. અસામાજિક તત્વોએ વધુ એકવાર બેચરજીમાં કોસ્મેટિક ચીજ વસ્તુઓ વહેંચતા મહેસાણાના હોલસેલરની લૂંટ કરી હતી. કારને ચડાસણ પાટિયા નજીકથી બાઇક ટકરાવીને ત્રણ અજણાયા શખ્સોએ ઝઘડો કરી છરો બતાવ્યો હતો. છરાની અણીએ વેપારીનું 2.50 લાખ રોકડનું કલેક્શન અને ઉઘરાણીના ચેક સહિતના દસ્તાવેજ લઈ લૂંટારું શખ્સો ફરાર થઈ ગયા હતા.
લૂંટારુઓ CCTVમાં કેદ થયા હતા
ચડાસણ પાટિયા નજીક વેપારી સાથે બનેલી લૂંટની ઘટનામાં બેચરાજી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા કન્ટ્રોલ રૂમથી જિલ્લામાં નાકાબંધી સહિતના મેસેજ આપ્યા અને પ્રાથમિક તપાસ આરંભી દેવાઈ હતી. જોકે, બેચરાજી પોલીસ ભોગબનનાર વેપારીને હાથે છરો વાગતા ઇજાઓ પહોંચી હતી. વેપારીને સારવાર હેઠળ ખેસેડી ફરિયાદ આધારે તપાસ કરતા CCTV ફુટેજમાં ત્રણે લૂંટારુઓ કેદ થાય હતા. જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ કરતા વધુ તપાસ હાથ ધરી છે.
છરાની અણીએ 2.50 લાખની લૂંટને અંજામ
નોંધનીય છે કે, આ લૂંટની ઘટના પાછળ વેપારીની રેકી કરાઇ હોવાની શંકા છે. ડ્રાઇવરે આ વેપારીને ઉઘરાણી માટે આ રૂટ પર આવતો હોવાની માહિતી સાથે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારીની કાર સાથે બાઇક અથડાવી અકસ્માતનો ઢોંગ કર્યો હતો. છરાની અણીએ 2.50 લાખની લૂંટને અંજામ આપ્યું હતું. લૂંટારુઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે, તે જોવું રહ્યું.