મહેસાણા જિલ્લા રોજગાર વિભાગ અને વડનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દ્વારા વિવિધ ક્ષેત્રે અભ્યાસ ક્રમમાં ઉત્તીર્ણ થઈ જીવનમાં રોજગારી માટે તક જડપવા તતપર બેરોજગાર ઉમેદવારો માટે ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળા માટે જિલ્લામાં કુલ 1200 જેટલા ઉમેદવારોને SMS,ઈમેલ અને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જે આયોજન અંતર્ગત જિલ્લાના જુદા જુદા ખાનગી ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને નોકરી વાંચ્છુકોને એક જ પ્લેટફોર્મ પર ભેગા કરી ઔદ્યોગિક એકમોની માહિતી અને ઉમેદવારોની લાયકાત પ્રમાણે રોજગારી અને વેતનની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ 5 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા વ્યક્તિગત રૂપે આજે 400 ઉમેદવારોના ઇટરવ્યુ લેવામાં આવ્યા તો જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક શિક્ષણ સંસ્થાઓ અને GIDC સહિતની વિવિધ જગ્યાઓ પર આ પ્રકારે ભરતી મેળાઓ નું દર મહિને આયોજન કરવામાં આવે છે. જેને પગલે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રમાં નવયુવાનો અને બેરોજગાર ઉમેદવારોને રોજગારીની તક પ્રદાન થઈ રહી છે.