મહેસાણાઃ સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાઇરસને લઈ જનજીવન તંગ બન્યું છે. ત્યાં બીજી તરફ છેલ્લા બે દિવસથી સર્જાયેલા વાતાવરણના પલટાને પગલે કમોસમી વરસાદનું આગમન થતા ખેતી અને જન આરોગ્ય સામે વધુ એક ખતરો ઉભો થયો છે.
સામાન્ય રીતે હાલમાં ગ્લોબલ વોર્મિંગની જાણે કે, માઠી અસર સમગ્ર વિશ્વમાં વર્તાતી હોય તેમ ઋતુચક્રમાં ફેરફાર સર્જાઈ રહ્યા છે. આજે જ્યારે હોળીના તહેવાર પછી ગરમીની શરૂઆત અને આકરો તડકો ચડતો હોય છે. પરંતુ બે દિવસ વાદળછાયું વાતાવરણ બનતા સર્જાયેલ હવામાનના બદલાવને પગલે મહેસાણા સહિતના પંથકમાં રાજ્યની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઘઉં, બાજરી, રાયડો અને વરિયાળી જેવા ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
તો બીજી તરફ વાતાવરણમાં સર્જાયેલ બદલાવને પગલે જન આરોગ્ય જોખમાય તેવી પણ પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.