પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બેચરાજી પંથકમાં જમીન વિસ્તાર આવેલો છે. જેમાં બેચરાજી તાલુકા વિસ્તારની પંચાયત દ્વારા અપાયેલી મંજૂરી અને શરતો આધારે આ કંપનીઓ સ્થાપવામાં આવી હતી. જ્યાં સમય જતાં બેચરાજી સરપંચ એસોસિએશન દ્વારા આ ખાનગી કંપનીઓ પોતાનો અડ્ડો જમાવ્યા બાદ પંચાયતોને સહકાર ન અપાતી હોવાનો સૂર ઉઠ્યો હતો.
જેમાં સ્થાનિકોને નોકરી, ગામડાના વિકાસમાં સહકાર હિતના મુદ્દે કંપનીઓને ઘેરતા બેચરાજી સરપંચ એસોસિએશન દ્વારા બોલાવેલી એક બેઠકમાં તાલુકાના 30 જેટલા ગામના સરપંચ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આ મામલે લડત આપવા તૈયારી બતાવી હતી. જો કંપની સ્થાનિક પંચાયતોને કે સ્થાનિકોને સહકાર નહીં આપે તો તંત્રમાં ઉપર સુધી રજૂઆતો કરી લડવાની તૈયારી બતાવી હતી.