- મહેસાણામાં કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ
- પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વગૃહ મંત્રી રજની પટેલ રહ્યા ઉપસ્થિત
- કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાનો દાવો કરાયો
મહેસાણા: કૃષિબીલ અંગે થઇ રહેલું આંદોલન કેટલાક લોકો દ્વારા ખેડૂતોને ખોટી રીતે ભડકાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનો દાવો કરતા પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી ખેડૂતો અને લોકો સુધી કૃષિબીલની સાચી સમજ અને માહિતી પહોંચે માટે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે આ કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાની વાત રજૂ કરી હતી.
આગામી દિવસમાં 4 જિલ્લાનું ખેડૂત સંમેલન વિજાપુર ખાતે યોજાશે
આગામી દિવસોમાં ખેડૂતોની કૃષિબીલની યોગ્ય માહિતી અને ખેડૂતોના પ્રશ્ને યોગ્ય માર્ગદર્શન આપવા 4 જિલ્લાની સંયુક્ત ખેડૂત સંમેલન મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે યોજવામાં આવશે જેમાં કૃષિપ્રધાન પુરષોતમ રૂપાલા પોતે ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્ને સંબોધન કરશે તેવી માહિતી પૂરી પાડવામાં આવી છે.