ETV Bharat / state

પ્રેદશ કોંગ્રેસ મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખને ગેરરીતિના કારણે પક્ષમાંથી બરતરફ કરાયા - District Congress President

મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલના પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા અને હાલના મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ માટે કામ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સાથે પદભ્રષ્ટ કરાયા છે.

કોંગ્રેસ મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખ ગેરરીતિની લઈ પક્ષમાંથી બરતરફ કરાયા

author img

By

Published : Feb 17, 2021, 5:23 PM IST

  • પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા ગેરરીતિમાં સસ્પેન્ડ
  • કીર્તિસિંહના સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર પણ સસ્પેન્ડ
  • પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ

મહેસાણા : કોંગ્રેસમાં રહેલું રાજકારણનું સમીકરણ કોંગ્રેસને જ નાશ કરતું જોવા મળ્યું છે. જેના પરિણામે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા હાલના પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા અને હાલના મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ માટે કામ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સાથે પદભ્રષ્ટ કરાયા છે.

કોંગ્રેસ મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખ ગેરરીતિની લઈ પક્ષમાંથી બરતરફ કરાયા
કોંગ્રેસ મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખ ગેરરીતિની લઈ પક્ષમાંથી બરતરફ કરાયા
પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પોતાના ભ્રષ્ટ હોદ્દેદારો સામે પગલાં ભર્યાં

એક તરફ જ્યાં ગુજરાતમાં કોંગ્રેસ મરણ પથારીએ છે. ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. જોકે, આ સંજોગો વચ્ચે મહેસાણાથી આવતા કોંગ્રેસના હોદ્દેદારો પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં સ્થાન મળતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નક્કી કરવા માટે પૈસાની લેવડ-દેવડ અને ભાજપ સાથેની સાંઠ-ગાંઠ ગોઠવતા હોવાનો શૂર મહેસાણા જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને અન્ય હોદ્દેદારોમાં ઉઠ્યો છે. આ બાબતની ફરિયાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિને મળતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્બારા પ્રદેશમાં મહામંત્રી રહેલા કીર્તિસિંહ ઝાલા અને તેમના સાગરીત મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરી દીધા છે.

કોંગ્રેસમાં ગેરરીતિનો ભડકો ભાજપને કરાવશે ફાયદો

કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ભાજપ માટે કોંગ્રેસમાં વ્યાપેલો વિવાદ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો પર લાગેલા ભાજપ સાથે ભણેલા હોવાના આક્ષેપોને સીધું સમર્થન કરતા સંજોગો જોવા મળ્યા છે. જેમાં કડી નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો બિનહરીફ ભાજપના ફાળે ગઇ છે. કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ મેન્ડેડ વિના જ રદ્દ થયા છે. આમ, મહેસાણા કોંગ્રેસમાં ફૂટેલી ટોપોના કારણે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કડવો અનુભવ સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.