ETV Bharat / state

લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બટાકાના બિયારણનો ભાવ આસમાને પહોંચ્યો - Double the price

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર પંથકમાં બટાકાની ખેતી બખૂબી રીતે કરવામાં આવે છે, જો કે ચાલુ સીઝનમાં બટાકાના બિયારણના ભાવ આસમાને જોવા મળ્યા છે, જેને લઈ ખેડૂતો બટાકાની ખેતી માટે અસમંજસમાં મુકાયા હતા.

લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બટાકાના બિયારણનો ભાવ આસમાને

author img

By

Published : Nov 23, 2020, 8:28 PM IST

  • લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બિયારણના ભાવ આસમાને પહોંચ્યા
  • છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બટાકાનું બિયારણ 2400થી 3000
  • બટાકાની ખેતી કરતા ખેડૂતો અસમંજસમાં મુકાયા
  • 800થી 1200 રૂપિયે મળતું બિયારણ 2400થી 3000 મળવા લાગ્યું
  • બિયારણના બટાકા બજારના બટાકાની જેમ વપરાયા
    લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બિયારણના ભાવ આસમાને

વિજાપુર: કોરોના મહામારી સમયે આંતરરાજ્યો વચ્ચેનો પરિવહન વ્યવહાર બંધ થયો હતો અને અનેક ટ્રાન્સપોર્ટેશન પર અવરોધ થતા લીલા શાકભાજીને બદલે ગુજરાતમાં ખાસ બટાકા અને ડુંગળીનો ઉપયોગ વધ્યો હતો, જો કે આ જ કારણથી આજે બટાકાના બિયારણનો ભાવ પણ વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર 2400થી 3000એ પહોંચ્યો છે, જેથી બટાકાની વાવણી અને ઉત્પાદન માટે જાણીતા મહેસાણા જિલ્લાના વિજાપુર-માણસા પંથકના ખેડૂતો ચાલુ સીઝનમાં બટાકાનું બિયારણ 800થી 1200 રૂપિયાને બદલે 2400થી 3000 જેટલા ઔતિહાસિક ભાવ સાથે ખરીદી કરવા મજબુર બન્યા છે.

ખેડૂતો તમાકુના વાવેતર તરફ વળ્યા

બજારમાં ખાવાના બટાકા વપરાશ વધતા બિયારણના બટાકાનો બજારમાં કમી દેખાવા લાગી હતી. જેને પગલે બિયારણ બે ઘણું મોંઘું બન્યું છે, બીજી તરફ 14 વર્ષમાં પહેલીવાર બટાકા પ્રતિ મણ 600થી 700 રૂપિયા ભાવે બજારમાં વેચાયા છે, તો હાલમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને એક વિઘાએ 40 હજારથી પણ વધુ ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે કેટલાક ખેડૂતો પરંપરાગત બટાકાની ખેતી છોડી તમાકુનું વાવેતર કરી રહ્યા છે.

લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બટાકાના બિયારણનો ભાવ આસમાને

વાવેતરમાં 10 ટકાનો ઘટાડો

વિજાપુર માણસા પંથકમાં દર વર્ષે 6થી 7 લાખ બોરી બટાકાનું વાવેતર કરવામાં આવે છે, જેની સામે 60થી 70 લાખ બોરી બટાકાનું મબલક ઉત્પાદન મળતું હોય છે. જોકે ચાલુ સીઝનમાં બટાકાનું બિયારણ મોંઘું થતા આ વિસ્તારમાં 10 ટકા જેટલું બટાકાનું વાવેતર ઓછું રહ્યું છે, તો ખેડૂતો અને વેપારીઓને છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસમાં પ્રતિ મણે 600થી 700 રૂપિયાનો સારો ભાવ પણ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.