રાજ્યમાં આગામી લોકસભાની રાબેતા મુજબની અને વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ 27 મેં 2019 સુધી પૂર્ણ થતી મુદત પર ચૂંટણી ન યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આદર્શ આચારસંહિતાને ધ્યાને રાખતા આચારસહિતા પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવા આદેશ કરાયો છે.
વહીવટી તંત્ર ચૂંટણી પંચની કામગીરીમાં યોગ્ય ફરજ બજાવી શકે તે હેતુને પણ ધ્યાને લેવામાં આવ્યો છે. ત્યારે હવે લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી બાદ ઊંઝા APMCની ચૂંટણી સહકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.