ETV Bharat / state

યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર - Involve yoga in sports

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુવાઓને પ્રોત્સાહન આપવા માટે રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ અને આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે તાજેતરમાં પ્રથમ વખત યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરી રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણાની પૂજા પટેલ મિસવર્લ્ડ યોગિની પ્રથમ નંબરની વિજેતા બની વધુ એક વાર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર

author img

By

Published : Apr 6, 2021, 4:01 PM IST

Updated : Apr 6, 2021, 7:47 PM IST

  • યોગાસન સ્પર્ધાને રમત-ગમતમાં મળ્યું સ્થાન
  • રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું કરાયુંં આયોજન
  • યોગાસન સ્પર્ધામાં દેશભરમાંથી 3,400 સ્પર્ધકોએ લીધો ભાગ

મહેસાણાઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુવાઓને પ્રોત્સાહન આપતા રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ અને આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે તાજેતરમાં પ્રથમ વખત યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરી રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવતા દેશભરમાંથી 3400 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ફિમેલ કેટેગરીમાં ગુજરાતનું ગૌરવ વધારતા મહેસાણાની પૂજા પટેલ મિસવર્લ્ડ યોગાની પ્રથમ નંબરની વિજેતા બની વધુ એક વાર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર

આપણ વાંચોઃ જામનગરમાં યોગના માધ્યમથી કોરોના પર અંકુશ લાવવા 125 યોગા ટ્રેનરોને અપાઈ ટ્રેનિંગ

  • યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, પહેલી રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે ગોલ્ડ મેળવ્યો
  • રમત-ગમતમાં સ્થાન મળ્યા બાદ પહેલી નેશનલ યોગ સ્પર્ધા યોજાઈ
  • પહેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની પૂજા પટેલે વધુ એકવાર રાજ્યનું ગૌરવ વધાર્યું
  • જુદા-જુદા રાજ્યોના યોગા સ્પર્ધકોએ ભાગ લીધો
  • રાષ્ટ્રના અંદાજે 3400 સ્પર્ધકો યોગ સ્પર્ધામાં જોડાયા
  • ગુજરાતના અનેક સ્પર્ધકોમાં પૂજા પટેલે વિજેતા બની
  • ફિમેલ કેટેગરીમાં 78.18 સ્કોર સાથે પૂજા પટેલે મેળવ્યું પ્રથમ સ્થાન

આપણ વાંચોઃ 75 વર્ષીય યોગમાતા શકુંતલા દેવી 12 વર્ષોથી શીખવી રહ્યાં છે યોગ, જુઓ વીડિયો

સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું

દેશમાં યોગાસનને પ્રોત્સાહિત કરતા સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે યોગમાં પોતાની કારકિર્દીનું ઘડતર કરતા યોગપ્રેમીઓ અને સ્પર્ધકો માટે ખુશી વ્યાપી છે. તાજેતરમાં નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન નેશનલ ઓનલાઈન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનસિપનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી જુદા-જુદા રાજ્યોના કુલ 3400 સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ યોગાસન પર પોતાનું આગવું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. જોકે આ સ્પર્ધામાં ગુજરાતમાંથી કુલ 250 સ્પર્ધકોએ પણ ભાગ લઈ રાષ્ટ્રીય લેવલની સ્પર્ધમાં યોગાસન રજૂ કર્યા હતા, ત્યારે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં રાજ્યનું ગૌરવ વધારતા મહેસાણાની મિસવર્લ્ડ યોગિની પૂજા પટેલે ફિમેલ કેટેગરીમાં 78.18 સ્કોર મેળવી તમામ સ્પર્ધકો કરતા આગવું પર્ફોમન્સ આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બની છે. પૂજા પટેલ યોગાસનને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવતા સરકારનો આભાર માનતા ખુશીની લાગણી અનુભવી રહી છે. તો સરકારના આ નિર્ણયથી યોગાસન સ્પર્ધકો માટે ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન થશે.

Last Updated : Apr 6, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.