મહેસાણા જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે IELTSની પરીક્ષા પાસ કરી વિદેશ જતા (IELTS scam in Mehsana) પકડાયેલા શખ્સો SOCની ટીમે તપાસ હાથ ઘરી હતી. જે પ્રાથમિક તપાસની અંતે મહેસાણા જિલ્લા પોલીસે આ સમગ્ર પ્રકરણ મામલે 44 જેટલા શખ્સો સામે FIR દાખલ કરી છે. મહેસાણા જિલ્લા પોલીસે ગેરકાયદેસર રીતે અમેરિકા જતા યુવકો મામલે સમગ્ર પ્રકરણમાં કોણ કોણ છે, તે તપાસ કરી જરૂરી જગ્યાઓની સ્થળ તપાસ કરી અને મહત્વના લોકોના નિવેદન લઇ આ પ્રકરણને ઉજાગર કરતા 44 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપી સામે આવશે તો પણ તેનું નામ ફરિયાદમાં દાખલ કરવાની તૈયારી બતાવી છે.
ગ્રેજ્યુએટના ખોટા દસ્તાવેજો મહેસાણા જિલ્લા પોલિસ વડા અચલ ત્યાગી અને SOG ટીમની (Mehsana SOG) મહેનતને પગલે IELTSમાં 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાનું કૌભાંડમાં (Scam ship America in Mahesana) આખરે નોંધાઇ ફરિયાદ છે. જેમાં 45 શકશો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદની વિગતો મુજબ 4 વિદ્યાર્થીઓ પાસે IELTSના ફોર્મ ઇમેઇલથી ભરાયા હતા. જેમાં સ્નાતક કે અનુસ્નાતક નહી હોવા છતા ખોટા ગ્રેજ્યુએટના ખોટા દસ્તાવેજો (IELTS scam in Mehsana) બતાવાયા હતા. ખોટા દસ્તાવેજો બતાવી નવસારી ખાતે ખોટી રીતે પરીક્ષા આપી હતી.
નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા એક્ઝામીનરે IELTSના પેપર, ઉત્તરવહી અને ઓડિયો ક્લિપ અમિત ચૌધરીને આપી હતી. જે આધારે ચૌધરી અમિતે તેના મળતિયા માણસોને આપ્યા હતા. જવાબો અને ઓરીજનલ વિદ્યાર્થીઓને બદલે બીજા આરોપીઓની ટીમ પાસે પરીક્ષા અપાવાઇ હતી. આમ 6થી 8 બેન્ડ મેળવી અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા હતા તો IELTSમાં સરા બેન્ડ મેળવી યુવકોને કેનેડા મોકલી અમેરિકા ઘૂસણખોરી કરાવી હતી. આ કાવતરામાં સામેલ રહી ભારતભરમાં IELTSની સાચી તૈયારી કરનારના ભવિષ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરાયો. જેમાં સાચા વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે. illegal foreign entry, IELTS scam in Mehsana, illegal foreign entry case in Mehsana