મહેસાણાઃ સમગ્ર દેશમાં વડાપ્રધાનના આદેશથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વિસનગર પોલીસ ડિવિઝન દ્વારા આ પરિસ્થિતિમાં પેટ્રોલિંગ દરમિયાન શ્રમજીવી લોકોના વિસ્તારમાં લોકો કામ ધંધા અને રોજગર બંધ હોય ખોરાક માટે લાચારી અનુભવતા નજરે પડ્યા હતા.
પોલીસે પોતાની ફરજ દરમિયાન માનવતા દાખવી વિસનગરની સેવાકીય સંસ્થાઓનો સહયોગ મેળવી બપોરના સમયે પુરી શાક અને રાત્રે સુખડી ખીચડી સહિતનું ભોજન સ્વયંમ પોલીસ કર્મીઓ દ્વારા ઠેર ઠેર સ્લમ વિસ્તારમાં જઈ પૂરું પાડવામાં આવ્યું હતું. વિસનગર પોલીસના આ પ્રયાસથી ગરીબ અને શ્રમજીવીઓને લોકડાઉનની સ્થિતિમાં બે ટાઇમનું ભોજન પોલીસના પ્રયાસથી પ્રાપ્ત થતા લોકોએ પણ આ કાર્યને ઉત્તમ ગણાવ્યું છે.