ETV Bharat / state

PMO સલાહકાર સમિતિની ઓળખ આપી પ્રવાસન સ્થળોએ વૈભવી સુવિધા મેળવતા ઠગો સામે પોલીસ ફરિયાદ - bechraji police station

PMO સલાહકાર સમિતિની ઓળખ આપી વૈભવી સુવિધા મેળવવા પ્રવાસે નીકળેલા શખ્સો સામે બેચરાજીમાં પણ ફરિયાદ નોંધાઇ છે. બેચરાજી મંદિરના ગર્ભ ગૃહમાં 6 લોકો ઘુસ્યા હતા છતાં પણ સુરક્ષા કર્મીઓ આ ઠગબાજોને ઓળખી શક્યા ન હતા.

PMO સલાહકાર સમિતિની ઓળખ આપી પ્રવાસન સ્થળોએ વૈભવી સુવિધા મેળવતા ઠગો સામે બેચરાજીમાં પોલીસ ફરિયાદ

author img

By

Published : Jul 28, 2021, 5:23 PM IST

  • PMOમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપતા લોકોની ફરિયાદ
  • બેચરાજી પોલિસ મથકે ટેમ્પલ ઇન્સ્પેકટરે નોંધાવી ફરિયાદ
  • રાજ્યના પ્રવાસન સ્થળોમાં ગેરકાયદેસર રીતે VVIP સુવિધા ભોગવતા

મહેસાણા: ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષાના દાવાઓ વચ્ચે સરકારી તંત્રની ઊંઘ હરામ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છેલ્લા 15 દિવસ થી ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળોએ પહોંચી કેટલાક શખ્સો દ્વારા પોતે PMO કાર્યાલયની સલાહકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી વૈભવી સગવડો મેળવતા હોવાની ઘટના સામે આવતા કેવડિયા, અંબાજી અને બેચરાજીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો 15 દિવસ પહેલા બેચરાજીમાં ટેમ્પલ ઇન્સ્પેકટરને પોતાની જાળમાં ફસાવી મંદિરના ગર્ભગૃહમાં પહોંચેલા 6 જેટલા શખ્સો ઠગબાજો હોવાની શંકા જતાં બેચરાજી મંદિરની સુરક્ષા એજન્સીને મંદિરની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

PMO સલાહકાર સમિતિની ઓળખ આપી પ્રવાસન સ્થળોએ વૈભવી સુવિધા મેળવતા ઠગો સામે બેચરાજીમાં પોલીસ ફરિયાદ
PMO સલાહકાર સમિતિની ઓળખ આપી પ્રવાસન સ્થળોએ વૈભવી સુવિધા મેળવતા ઠગો સામે બેચરાજીમાં પોલીસ ફરિયાદ

અંબાજી ટેમ્પલ દ્વારા પ્રમોદલાલ અને તેની સાથે આવેલા શખ્સોની ફરિયાદ

ગુજરાતમાં એક તરફ જ્યાં પ્રવાસન વિભાગ અને સરકાર દ્વારા પ્રવાસીઓને "કુછ દિન તો ગુજારો ગુજરાત મે" ની જાહેરાતો કરી બોલાવવામાં આવે છે, ત્યારે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પ્રમોદલાલ નામનો એક શખ્સ પોતાની સાથે અન્ય લોકોને રાખી રાજ્યના અંબાજી, બેચરાજી, ચોટીલા અને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પોતે PMO કાર્યાલયમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ફરતો હતો. જેને લઈ આ શખ્સોને અંબાજી બાદ બેચારજીમાં પણ PMO સલાહકાર સમિતિના માણસ સમજી VVIP સગવડો આપવામાં આવી હતી. જોકે ઠગબાજ ટોળકીની વાસ્તવિકતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટીને ધ્યાને આવતા પ્રમોદલાલ સહિતના માણસો રાજ્યમાં PMO સલાહકાર સમિતિની ખોટી ઓળખ આપી પ્રવાસન સ્થળોએ VVIP સુવિધા ભોગવતા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સમગ્ર રાજ્યના પ્રવાસન સ્થળોએ આ મામલો ચર્ચાના ચગડોળે ચડતા અંબાજી ટેમ્પલ દ્વારા પ્રમોદલાલ અને તેની સાથે આવેલા શખ્સોની ફરિયાદ કરવામાં આવી હતી. તાજેતરમાં મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે બહુચરાજી ટેમ્પલ ઇન્સ્પેકટર દ્વારા પણ પ્રમોદલાલ અને તેની સાથે આવેલા અન્ય પાંચ શખ્સો સામે ખોટી ઓળખ આપવા મામલે ફરિયાદ નોંધાઇ છે.

PMO કચેરીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી બેચરાજીમાં ઠગાઈ આચરી

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે માં બહુચરનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં પૂરતી સગવડ સાથે દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળતો જ હોય છે, જોકે મંદિરના ગર્ભગૃહમાં વિશેષ વ્યક્તિઓને જ દર્શનનો લાભ અપાય છે, ત્યારે 13 જુલાઈ 2021ના રોજ ટેમ્પલ ઇન્સ્પેકટર ભરત પટેલ સ્ટાફ સાથે પોતાની કેબીનમાં બેઠા હતા ત્યાં પ્રમોદલાલ નામનો શખ્સ આવી પોતે PMO કાર્યાલયમાં PMO સલાહકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાનો દાવો કરી ગર્ભગૃહમાં દર્શનની ઈચ્છા પ્રગટ કરી હતી. જેથી ટેમ્પલ ઇન્સ્પેક્ટરે ડ્રાઇવરને સાથે મોકલી મંદીરના ગર્ભ ગૃહમાં દર્શન કરાવી અને બાદમાં પ્રમોદલાલ પરત ફર્યા અને બેચરાજીમાં આવેલી મસ્તીફ હોટેલમાં રાત્રી રોકાણ કર્યુ હતુ. આમ પ્રમોદલાલ નામના શખ્સે બેચરાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેકટરને પણ પોતાની ખોટી ઓળખ આપી ચકમો આપતા ગેરકાયદેસર રીતે VVIP સુવિધા ભોગવતા ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો: બીજા લગ્ન કરવા માટે પિતા આધારકાર્ડમાં નામ સુધારો કરવાના બહાને બાળકીને Orphanage માં મૂકી આવ્યો

અંબાજી અને બેચરાજી સહિતના દેવસ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી પ્રમોદલાલ નામનો અંબાજી, બેચરાજી અને ચોટીલા સહિતના દેવસ્થાનો પર ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે આ તમામ દેવસ્થાનોની સુરક્ષા એજન્સી અને રાજ્યનું સુરક્ષા તંત્ર આવી બહુરૂપી બનેલી વ્યક્તિને કેમ ઓળખી ન શક્યું તે મોટો સવાલ છે. મહત્વનું છે કે, આ દેવસ્થાનોમાં કદાચ કોઈ PMOની ઓળખ આપી પ્રમોદલાલ સહિતના 6 શખ્સો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી શકતા હોય તો આ જ પ્રકારે VVIP કક્ષાની ઓળખ આપી બદઇરાદે આવેલા શખ્સો મંદિરમાં ઘુસી ગુપ્ત માહિતી મેળવે કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે તો અન્ય પ્રવાસીઓ અને પ્રવાસન સ્થળો જોખમમાં મુકાઈ શકે છે. જોકે મળતી માહિતી મુજબ પ્રમોદલાલ VVIP સગવળો મેળવી યાત્રા કરતો હતો અને પોતે મૂળ વડોદરાનો છે, હાલમાં દિલ્લી ખાતે રહે છે જેની પોલીસ દ્વારા ભાવનગર ખાતે અટકાયત પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.