નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડી ખાતે ખેડૂતલક્ષી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જનીકમાં આવેલા કડી તાલુકાના સુજાતપુરા ગામમાં પશુ આરોગ્ય મેળો હોવાની જાણ થતાં પોતાના કાફલા સાથે પશુપાલન કેમ્પની ઓચિંતી મુલાકાત લીધી હતી.
આ પશુ કેમ્પમાં ઉપસ્થિત પશુપાલકો અને અધિકારીઓને સાથે પશુઓની જાળવણી અને આરોગ્ય વિશે વિશેષ ચર્ચા કરી જરૂરી સુચનો દર્શવાયા હતા. આ ઉપરાંત આ કેમ્પમાં પશુઓની બીમારીનું લેબ પરીક્ષણ કરાવવા માટે સ્થળ પર જ મોબાઇલ પશુ રોગ નિદાન પ્રયોગશાળા વાહન ઉપસ્થિત રાખવામાં આવ્યું હતું. જેનું પણ નીતિન પટેલ દ્વારા નિરીક્ષણ કરી તે પ્રયોગશાળાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે સૂચન કરાયું હતું. આમ સુજાતપુર ગામમાં 450થી વધુ પશુપાલકોને પોતાના પશુઓની સારવાર માટે ઘર આંગણે જ પશુ તબીબોની સેવા અને પશુ સારવાર મળી હતી.