ETV Bharat / state

વિસનગરમાં ઓક્સિજન બેન્કનો આરંભ થશે, USAથી 100 ઓક્સિજન મશીન અર્પણ કરાયાં - વિસનગરમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર બેન્ક

કોરોના મહામારી જેવા કપરા સમયે માનવ માનવને કામ આવે તેવા અનેક સેવકાર્યોથી ઘણી જગ્યાએ માનવતા મહેકી ઉઠી છે. ત્યારે મહામારીમાં ગંભીર સમસ્યા તરીકે જોવા મળેલી ઓક્સિજનની જરૂરિયાત માટે વિસનગરમાં પહેલી વાર ઓક્સિજન કોન્સેન્ટ્રેટર બેન્ક ઉભી કરવામાં આવી છે.

વિસનગરમાં ઓક્સિજન બેન્કનો આરંભ થશે, USAથી 100 ઓક્સિજન મશીન અર્પણ કરાયાં

author img

By

Published : Jun 3, 2021, 4:00 PM IST

  • કોરોના મહામારી સમયે સેવાભાવી લોકો અને સંસ્થાઓનું મહત્વનું યોગદાન
  • વિસનગરમાં પ્રાણવાયુની નિઃશુલ્ક સેવા માટે ઓક્સિજન બેન્કનો આરંભ કરાશે
  • અમેરિકન દંપતિએ USAથી 100 ઓક્સિજન મશીન દાન કર્યાં,આગામી રવિવારે કરાશે વિતરણ
  • USAથી 100 ઓક્સિન મશીન માતૃભૂમિની સેવામાં અર્પણ કરાયા

    મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં કોવિડ અને પોસ્ટ કોવિડની સારવાર લેતા દર્દીઓ માટે અમેરિકાથી સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે 100 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન માતૃભૂમિ અને વડાપ્રધાન મોદીના માદરે વતન મહેસાણા જિલ્લામાં દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યાં છે. આ 100 ઓક્સિજન મશીનનું સંચાલન કરતા ડૉ.વાસુદેવ જે. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે આપવામાં આવશેે.
    અમેરિકાથી સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલે મોકલ્યાં મશીન

આ પણ વાંચોઃ ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી

ઓક્સિજન મશીનની જરૂરિયાત વાળા 200 દર્દીઓની યાદી તૈયાર કરાઈ

હાલમાં આ મશીનની સેવા વિસનગર પંથકના લોકોને મળે તે માટે 200 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓના નામની યાદી તૈયાર કરાઈ છે. જોકે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર બેંકમાં 100 જ મશીન હોઈ વધુ જરૂરિયાત ધરાવતા દર્દીઓને પહેલા આ સેવાનો લાભ આપવામાં આવશે. હવે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વિદેશ રહેતાં ભારતીયોની લાગણીઓ વરસી રહી છે અને આજે વિસનગરમાં નિઃશુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્કની સેવા ખરા અર્થમાં જનારોગ્ય માટે પ્રેરણા સ્ત્રોત રૂપે જોવા મળી રહી છે જેના થકી અનેક જિંદગીને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ વતનનું ઋણઃ અમેરિકા અને UKમાં વસતાં ડૉકટરે 90 કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલને દાન કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.