ETV Bharat / state

World Environment Day 2022: છોડમાં રણછોડ જોઈશું તો આપણે વૃક્ષોનું જતન કરશું, કોણે આપ્યો સંદેશ? - પર્યાવરણ નું મહત્વ pdf

વિજાપુર નજીક આવેલ પ્રાકૃતિક વિસ્તાર ઋષિવનમાં વિશ્વ પર્યાવરણ દિવસની(World Environment Day 2022) ઊજવણી કરવામાં આવી હતી. સચિદાનંદજી સ્વામીનો સત્કાર સમારોહ અને 11000 ગ્રીન કમાન્ડો સાથે મુખ્યપ્રધાનના હસ્તે 11000 વૃક્ષો વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

World Environment Day 2022: છોળમાં રણછોળ જોઈશું તો આપણે વૃક્ષોનું જતન કરશું

author img

By

Published : Jun 7, 2022, 2:35 PM IST

મહેસાણા: જિલ્લાના વિજાપુર નજીક આવેલ પ્રાકૃતિક વિસ્તાર ઋષિવનમાં (Mehsana Rishivan)વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણીના (World Environment Day 2022)ભાગ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ સન્માન મેળવનાર સચિદાનંદજી સ્વામીનો સત્કાર સમારોહ અને 11000 ગ્રીન કમાન્ડો સાથે મુખ્યપ્રધાનના હસ્તે 11000 વૃક્ષો વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે હાજરી આપી વૃક્ષરોપણ કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવી ગંગાસ્વરૂપ બહેનોને ધાબળા અપર્ણ કરી સન્માન કર્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ

પ્રકૃતિના જતન માટે ઘણો બદલાવ આવ્યો - આ પ્રસંગે મુખ્યપ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ( Azadi Ka Amrut Mahotsav)પાઠવી સરકારની સાથે નાગરિકોને વૃક્ષો રોપણ કરી વૃક્ષોના જતન માટે આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે પ્રકૃતિના જતન માટે કામ કરતી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થાને તેમના ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સરકારની વિવિધ યોજનાઓ અને પ્રોજેકટ વિશે વાત કરતા પ્રકૃતિનું જતન અને વીજળીની બચત સહિતની બાબતે પણ સંબોધન કરી સરકારની કામગીરીમાં પ્રકૃતિના જતન માટે પહેલા કરતા હાલના સમયે ઘણો બદલાવ આવ્યો છે જે બાબતને રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ World Environment Day 2022: ગરમ પ્રદેશ ગુજરાત અને ઠંડા પ્રદેશ હિમાચલના રહેણાંક મકાનોની વિશેષતા

વિશ્વ પર્યાવરણ દિવસ - ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે આ દિવસ આપણા ભૂતકાળ પર નજર નાખી વર્તમાનની સ્થિતિના ઉપાયોથી પર્યાવરણ પ્રિય ઉજ્વળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર છે. સમયની માંગ સમજીને અને પૃથ્વી પર જીવવાના દરેકના અધિકારને સુરક્ષિત રાખીને જેટલું બને તેટલું ઓછું નુકસાન પૃથ્વીને થાય તેવું સામાજિક જવાબદારી પૂર્ણ વર્તન કરીએ તેવી અપીલ તેમણે કરી હતી.

જમીન અને માનવીનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા - નરેન્દ્ર મોદીની વિઝનરી લીડર શીપમાં દેશમાં પર્યાવરણ જાળવવાની દિશામાં નવતર કદમ અને પહેલથી દેશને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન અને માનવીનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા મળી છે. ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવો છે. આ સંકલ્પને સાકાર કરવા 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50 ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ World Environment Day 2022: પર્યાવરણ સૃષ્ટિ અને વિશ્વની જતન માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષ - ગુજરાત પણ સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે અને રાજ્યના ઉદ્યોગો અને સૌના સહયોગથી ગુજરાત પર્યાવરણ પ્રિય ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે તેની ભૂમિકા મુખ્યપ્રધાને આપી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષના આ વિશ્વ પર્યાવરણ દિવસે સૌને જળ જમીન બચાવી શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાના સામૂહિક સંકલ્પનું આહવાન કર્યું હતું.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ - રાજયના ઉદ્યોગ ગૃહોને પણ પર્યાવરણ જાળવી અને પ્રદૂષણ અટકાવી વિકાસમા સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે ક્હ્યું કે ઉદ્યોગ ગૃહોને પર્યાવરણ જાળવવાના પ્રયાસોમા સરકાર તેમની સાથે છે અને તેમની યોગ્ય તથા રજૂઆતો માટે મુખ્યપ્રધાન કે પર્યાવરણ પ્રધાન દ્વાર ખુલ્લા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અવસરે કેટલીક પહેલ પણ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.