મહેસાણા : ગુજરાતમાંથી રાજ્યસભાના જુગલ ઠાકોર પ્રતિનિધિત્વ ધરાવે છે. તેઓ મૂળ મહેસાણાના વતની છે. રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) જુગલ ઠાકોર ભાજપ તરફથી રાજયસભામાં OBC વેલફેર માટે યોજાયેલી ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતાં. જેઓએ પક્ષનો વિશ્વાસ જીતી તેમની તરફેણમાં મતદાન થતાં OBC વેલફેરના (Representation of OBC Welfare) પ્રતિનિધિ તરીકે વિજેતા બન્યાં છે.
આ પણ વાંચો : કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બચાવા માટે ઝોન વાઈસ વ્યવસ્થા કરી
97 મતોમાંથી 95 મતો મેળવ્યા - જુગલ ઠાકોર રાજસભામાં OBC વેલ્ફેરના પ્રતિનિધિ બનવા ઉમેદવારી કરતા કુલ 97 મતો માંથી 95 મતો મેળવ્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવારને માત્ર 2 મતો મળતાં તેઓ બહુમતી (Jugal Thakor wins Rajya Sabha Elections) સાથે વિજેતા બન્યા છે. સાથે OBC વેલફેરના પ્રતિનિધિ બન્યા છે. જે ગુજરાત અને મહેસાણા જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. જોકે ક્યાંકને ક્યાંક જુગલજી અગાઉ મહત્વના હોદ્દાથી દૂર રખાયા હોવાની ચર્ચાઓ પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે.
આ પણ વાંચો : રાજ્યસભામાં કચ્છી ભાષા વિશે થઇ ચર્ચા, સાંભળો શક્તિસિંહ ગોહેલ શું બોલ્યા?