- આદેશ છતાં ફરજ પર ગેરહાજર રહેતા નોટિસ અપાઈ
- 3 દિવસમાં બેદરકારી મામલે ખુલાસો કરવા અપાઈ નોટિસ
- તમામ 5 કર્મચારીઓ આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા હતા
મહેસાણા: રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો જોવા મળ્યો હતો. ત્યારે, તંત્ર દ્વારા વાવાઝોડાની આગાહીને પગલે તમામ જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી હેડક્વાટર ન છોડવા જાણ કરવામાં આવી હતી. આથી, મહેસાણા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરે આદેશનું પાલન થાય છે કે નહીં તે અંગે તપાસ કરાવતા સતલાસણા તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સેવક વિપુલ ચૌધરી, ઓપરેટર હરપાલ પરમાર, મહેન્દ્ર ચૌહાણ, ફારૂક મેમન અને અજય કરમટા સહિત 5 એજન્સી થકી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ ગેરહાજર માલુમ પડ્યા હતા.
આ પણ વાંચો: વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો
શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં કરાઈ
આ મામલે, જિલ્લા અધિક કલેકટર દ્વારા કર્મચારીઓ આદેશ હોવા છતાં શા માટે ફતજ પર હાજર નથી તે અંગે નોટિસ આપી 3 દિવસમાં મામલતદાર થકી ખુલાસો મંગાવવામાં આવ્યો છે. ત્યારે, જો તેઓ તરફથી યોગ્ય ખુલાસો ન મળે તો ગુજરાત સેવા (શિસ્ત વર્તણુક અને અપીલ) ના નિયમ 1971ના નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી