- પ્રાથમિક શાળામાં 8,38,938 પુસ્તકોની માંગણી સામે 7,89,139 જ પુસ્તકો
- 7 જૂનથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું
- વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અને માહિતી સરળતાથી ઓનલાઈન ઉપલ્બદ્ધ કરાયા
મહેસાણા : જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો મળ્યા નથી. પ્રાથમિક શાળામાં 1.81 હજાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓને અમુક વિષયના વિષયના પુસ્તકો મળ્યા નથી. પ્રાથમિક શાળામાં 8,38,938 પુસ્તકોની માંગણી સામે 7,89,139 પુસ્તકો મળ્યા છે. પ્રાથમિક શાળાઓમાં 49,799 પુસ્તકો હજુ પણ મળવાના બાકી છે.
374 માધ્યમિક શાળાઓમાં 1,00,100 વિદ્યાર્થીઓ
જિલ્લાની કુલ 374 માધ્યમિક શાળાઓમાં 1,00,100 વિદ્યાર્થીઓને માધ્યમિક શાળાઓમાં 10 જૂનથી રિવિઝન કરાવવામાં આવશે. બલોલ અને કડીમાં હજુ પણ પુસ્તકો પહોંચ્યા નથી. કેટલાક વિષયોના પુસ્તકો તો મળ્યા જ નથી. જિલ્લામાં નવું શિક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શિક્ષણ કાર્યનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે 7 જૂનથી શરૂ થયેલા આ શિક્ષણ કાર્યમાં મહેસાણા જિલ્લામાં હજુ પણ પૂરતા પુસ્તકો પહોંચ્યા નથી. ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
દરેક વિષયના પુસ્તકો ઓનલાઈન ઉપલ્બદ્ધ
મહેસાણાના જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી મળતી માહિતી મુજબ, અત્યારે માત્ર રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનો તમામ અભ્યાસક્રમ અને માહિતી સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે. જેમાં દરેક વિષયના પુસ્તકો ઓનલાઈન ઉપલ્બદ્ધ છે.
49,799 પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી
જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1 લાખ 81 હજાર વિદ્યાર્થીઓ નવા શિક્ષણિક સત્રમાં અભ્યાસ અર્થે જોડાયા છે. જેમને સરકાર દ્વારા આપવામાં આવતા પુસ્તકો માટે જુદા-જુદા વિષયના કુલ 8,38,938 પુસ્તકોની માંગણી કરવામાં આવી હતી. જેની સામે અત્યાર સુધી 7,89,139 પુસ્તકો વિદ્યાર્થીઓને આપવા માટે આવ્યા છે. હજુ પણ જે-તે વિષયના 49,799 પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી.
આ પણ વાંચો : ભાવનગરઃ શહેરમાં શેરી શાળા શરૂ કરાઈ, ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું જણાવતા શિક્ષકો
માધ્યમિક શાળાઓમાં કુલ 374 શાળાઓનો સમાવેશ
જિલ્લામાં માધ્યમિક શાળાઓમાં કુલ 374 શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં કુલ 1,00,100 જેટલા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય માટે જોડાયા છે. જોકે, જિલ્લાની માધ્યમિક શાળાઓમાં પણ બલોલ અને કડી સેન્ટર પર પુસ્તકો પહોંચ્યા નથી. કેટલાક સેન્ટરો પર હજુ પણ કેટલાક વિષયોના પુસ્તકો આવ્યા નથી.
તમામ પાઠ્યપુસ્તક ઓનલાઈન રજૂ કરાયા
જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા પુસ્તકોની માંગણી અને આપવામાં આવેલા પુસ્તકો મામલે પાઠ્ય પુસ્તક બોર્ડ કચેરી માહિતી હોવાનું જણાવ્યું છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લામાં હજુ પણ પૂરતા પુસ્તકો આવ્યા નથી. જે પુસ્તકો પ્રક્રિયામાં છે અને હાલમાં રિવિઝન ચાલતું હોવાથી પુસ્તકની જરૂરિયાત હાલમાં નહિ પડે તો પણ તમામ પાઠ્યપુસ્તક ઓનલાઈન રજૂ કરવામાં આવ્યા છે. જે ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન મળી શકે છે.