- બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ રહ્યું કોરોનામુક્ત
- ગામમાં મોટા ભાગના તમામ લોકો વૃદ્ધ જ છે
- વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે વૃદ્ધો કામ કરે છે
- ગામના તમામ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે
- ગામના લોકો સ્વયંશિસ્ત અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે છે
મહેસાણાઃ જિલ્લામાં કોરોના મહામારી સમયે શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વાઇરસનું સંક્રમણ વધ્યું છે ત્યાં બીજી તરફ જિલ્લાનું એક એવું ચાંદણકી ગામ કે જ્યાં માત્ર વૃદ્ધ લોકો જ વસવાટ કરતા હોવ છતાં તે ગામમાં કોરોનાની ગંભીર એવી બીજી લહેર વચ્ચે એક પણ કોરોના કેસ નોંધાયો નથી.
આ પણ વાંચોઃ સિદ્ધપુરનું કનેસરા ગામ સ્વયંશિસ્તથી કોરોનામુક્ત બન્યું
સ્વયંશિસ્તના કારણે કોરોનાનો એક પણ કેસ નહીં
બેચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ એવું છે કે જ્યાં તમામ લોકો વૃદ્ધ છે. ગામમાં અંદાજે 70થી 100 વૃદ્ધ છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે પણ આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો, જે સારી વાત છે. અહીંના લોકોએ સ્વયંશિસ્ત અને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કોરોનાને ઘૂસવા જ નથી દીધો.
આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો
ગામમાં એક પણ વ્યક્તિ બીમાર નથી
ગામમાં રહેતા તમામ વૃદ્ધોએ કોરોનાની વેક્સિનનો બંને ડોઝ લઈ લીધો છે. આ ઉપરાંત ગામના એક પણ વ્યક્તિને શરદી, ઉધરસ અને તાવ જેવી કોઈ પણ બીમારી નથી.