ETV Bharat / state

વિસનગરમાં DSPની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ છતાં કોઈ કાર્યવાહી નહીં - Mehsana MP Shardaben Patel

વિસનગર નૂતન મેડિકલ હોસ્પિટલમાં નિયમો નેવે મૂકી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક અંતરના લીરા ઉડ્યાં હતાં. લોકાર્પણ સમારોહમાં વિસનગર પાલિકા પ્રમુખ અને જિલ્લાના સાંસદ પણ ઉપસ્થિત હતાં. ટોળા ભેગાં કરવા સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અગાઉ પણ જિલ્લા કલેકટરની હાજરીમાં આ જ હોસ્પિટલમાં ગાઈડ લાઈનનો ભંગ કરાયો હતો અને કલેકટરે લાચારી વ્યક્ત કરી હતી!

વિસનગરમાં DSPની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ છતાં કોઈ કાર્યવાહી નહીં

author img

By

Published : May 20, 2021, 7:43 PM IST

  • વિસનગરમાં પોલીસની બેધારી નીતિ જોવા મળી
  • કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા સામે પોલીસની બેધારી નીતિ
  • સામાન્ય પ્રજા સામે કાર્યવાહી જ્યારે નેતાઓ અને તેમના મળતીયાને બક્ષી દેવાય છે

    વિસનગરઃ રાજ્યમાં કોર્ટની ટકોર બાદ પણ દેખાડાઓ કરવા વિસનગરમાં નિયમો નેવે મૂકી લોકરોણ કાર્યક્રમ યોજાયો હતો.કોરોના વાઇરસ નામ માત્રથી સામાન્ય નાગરિકોના જીવ તાળવે ચોંટી જાય છે. હાઇકોર્ટની પણ ટકોર સતત રહી છે કે મેળાવડાઓ અટકાવો અને સંક્રમણ ન વધે તેની તકેદારી રાખવા કડક પગલાં ભરો. ત્યારે આ તમામ અદેશો અને સૂચનો પર કાર્યવાહી કરવા માટે જવાબદાર એવા પોલીસ તંત્રની આજે પોલ ખુલ્લી પડી રહી છે. એક તરફ જ્યાં પોલીસ સરકાર અને કોર્ટના નિયમો કાયદા બતાવી સામાન્ય પ્રજા પાસેથી માતબર રૂપિયા દંડ વસૂલી ચૂકી છે. ત્યાં નેતાઓ અને તેમના મળતીયાઓ સામે કાર્યવાહી કરવામાં પોલીસે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી જેનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વિસનગર ખાતે આવેલ નૂતન જનરલ હોસ્પિટલમાંથી આ હોસ્પિટલમાં સરકારના મહેરબાન પ્રધાનો દ્વારા અઢળક દયાભાવ વરસાવવામાં આવ્યો છે. ત્યાં આજે દાતાઓના દાનથી સંસ્થામાં ઓક્સિજન પ્લાન્ટ, ઓન વ્હીલ ICU એમ્બ્યુલન્સ અને પ્લાઝ્મા થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે આ કોરોનાકાળ હોઈ તબીબી અને અધિકારીઓ જેવા વિશેષ મહાનુભાવોની હાજરીમાં અહીં માનવ મહેરામણ ભેગું કરી આ લોકાર્પણ કાર્યક્રમ યોજી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરાયો છે.
    લોકાર્પણ સમારોહમાં વિસનગર પાલિકા પ્રમુખ અને જિલ્લાના સાંસદ પણ ઉપસ્થિત હતાં

    મહેસાણા જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નિયમો નેવે મૂકી વિસનગરમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

    વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં સેવા કરતા પબ્લિસિટીને વધારે મહત્વ અપાતું હોઈ આજે કોરોના જેવી ગંભીર સ્થિતિમાં પણ વર્ચ્યુઅલ કાર્યક્રમની જાહેરાત કરી મોટી ભીડ એકત્ર કરી મંડપ, સ્ટેજ ડેકોરેશન સાથે જમણવાર યોજી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 3 વ્યક્તિની બેઠકવાળા સોફમાં 4 લોકોને સ્થાન અપાયું હતું. તો માહોલ જોતાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાના દ્રશ્યો નરી આંખે પ્રકાશિત થઈ રહ્યાં હતાં. ત્યાં આ સમયે મહેસાણા જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવા છતાં DSP સહિતનો પોલીસ સ્ટાફ મૌન સેવી બેઠો હતો. આમ આજે પોલીસની એક એવી લાચાર છબી જોવા મળી હતો કે પોતાની નજર સામે કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવા છતાં કઈ કાર્યવાહી કરવા માટે રાજકીય દબાણના કારણે હાથના કાંડા કપાયેલા હતાં!

    આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસે કરી પત્રકાર પરિષદ, સરકારને લીધી આડે હાથ

સાવચેતીની સલાહ આપતાં લોકો જ કોરોના સંક્રમણ ફેલાવે તેવા દ્રશ્યોમાં જોવા મળ્યાં

વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત સરકારી અને મનજુરી મેળવી ખાનગી કોવિડ કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને કોરોનાની ગાઈડલાઈન થકી સાવચેતીના પાઠ પણ મેડિકલ શિક્ષણ ધરાવતા તબીબો દ્વારા આપવામાં આવે છે જોકે આ જ તબીબો પોતે અને પોતાની સાથેના માણસો જોડે લોકાર્પણ કાર્યક્રમમાં ભીડ ભેગી કરી કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા નજરે પડે છે. તો સંસ્થાના ચેરમેન પ્રકાશ પટેલે પણ પોતાની પબ્લિસિટી માટે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી ભીડ ભેગી કરી કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે અહીં કોરોનાની ગંભીરતા ન તો ચેરમેનમાં છે ન તો સ્ટાફમાં. ત્યારે અહીં બેદરકારીના ગોડાઉનમાં કોરોનાની સારવાર કેટલી યોગ્ય રીતે ચાલતી હશે તે તો સમજી જ શકાય છે.

નેતાઓ પણ આવા જ કાર્યક્રમમાં હાજરી આપે છે જ્યાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોય..!

મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલ અને વિસનગર નગરપાલિકાના પ્રમુખ વર્ષા પટેલ સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ આમ તો કોરોના મામલે સામાન્ય પ્રજાને અનેક સૂચનો અને માર્ગદર્શન આપતા હોય છે કે જાહેર મેળાવડૈા ન કરવા, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું. ત્યારે ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેમ આ જ નેતાઓ વિસનગર નૂતન જનરલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં ભીડવાળી જગ્યાએ હાજરી આપતાં તેમની સલાહો અને માર્ગદર્શનો પર પાણી ફરી રહ્યું છે.

વિસનગર પોલીસે બનાવથી અજાણ હોવાની વાત કરી

એક તરફ જ્યાં સમગ્ર રાજ્યમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવાના નામે પોલીસ પ્રજાને હેરાનગતિ કરતી હોવાને લઇ પોલીસની છબી ખરડાયેલી છે. ત્યાં બીજી તરફ વિસનગરના જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નૂતન જનરલ હોસ્પિટલમાં વિડીઓ- ફોટોગ્રાફર, મંડપ ડેકોરેશન, કેટર્સ, અને બ્રાહ્મણ સહિત આયોજકો ભીડ ભેગી કરી કોરોનક ગાઈડલાઈનનો જાહેરમાં ભંગ કરતા હોવા છતાં વિસનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અજાણ હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે જ્યાં જિલ્લા પોલીસ વડા હાજર રહ્યાં હોય ત્યાં સ્થાનિક પોલીસ તે કાર્યક્રમથી અજાણ કેમ હોઈ શકે? તો પોલીસ પાસે બનાવના ફોટા અને વીડિયો સહિતની ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી. તો સામાન્ય જનતા જો મંડપ, વિડીયોગ્રાફર સહિતના માણસો રાખી પ્રસંગ કે કાર્યક્રમ કરે તો પોલીસ પ્રસંગમાં હાજર તમામ લોકો સામે કાર્યવાહી કરે છે. તો શું મંજૂરી સિવાય યોજાયેલ આ કાર્યક્રમને લઈ પોલીસ કોઈ પગલાં લેવાશે કે ગલ્લાંતલ્લાં કરી મામલા પર ઢાંકપિછોડો કરી નાખશે.?

આ પણ વાંચોઃ 'બ્લેક ફંગસ' બાદ હવે 'વ્હાઈટ ફંગસ'નો કહેર, જાણો કઈ રીતે કરે છે શરીર પર હુમલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.