મહેસાણાઃ ધરોઈ ડેમ થકી ઉત્તર ગુજરાતના 4 જેટલા જિલ્લાઓને કેનાલ દ્વારા સિંચાઇના પાણી પુરા પાડવામાં આવે છે. તો 9 જેટલી નગરપાલિકાઓ અને 600 ઉપરાંતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને શુદ્ધ ફિલ્ટર કરેલ ધરોઈ ડેમનું પાણી પીવા માટે આપવામાં આવે છે. આ પ્રસંગે વરુણદેવની આરાધના કરતા ખેડૂતોના આગેવાનો એવા પિયત મંડળીના પ્રમુખો અને ધરોઈ ડેમના અધિકારીઓ દ્વારા ડેમ દર વર્ષે ભરાય અને નવાનિર સદાય ખેતી અને ખેડૂતોના જીવનને હરિયાળું બનાવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
હાલમાં ધરોઈ ડેમ 621 ફૂટ ઉપરાંતની જળ સપાટી વટાવી ચુક્યો છે, તો ડેમની મહત્તમ જળ સપાટી 622 ફૂટ ભરાઇ છે. ડેમમાં પાણીની આવક પ્રમાણે સાબરમતી નદી અને કેનાલ દ્વારા પાણીની જાવક કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ધરોઈ ડેમ છલોછલ ભરાતા અનેક ખેડૂતો માટે આગામી વર્ષ માટે સારી ખેતીની આશા બંધાઈ છે.