ETV Bharat / state

કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે બહુચરાજી મંદિરમાં નવરાત્રિનું આયોજન

author img

By

Published : Oct 17, 2020, 6:05 PM IST

આજથી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે બેચરાજી ખાતે આવેલા યાત્રાધામ બહુચર માતાજી શક્તિપીઠમાં મંદિર સત્તાધીશો દ્વારા કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સલામતીના પગલાં સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે બહુચરાજી મંદિરમાં નવરાત્રિનું આયોજન
કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે બહુચરાજી મંદિરમાં નવરાત્રિનું આયોજન
  • કોરોના ગાઈડલાઇન્સ સાથે નવરાત્રિનું આયોજન
  • આરતી, સેવાપૂજા તથા યજ્ઞનું આયોજન
  • પૂજાપાના વેપારમાં મંદીનો માહોલ

મહેસાણા: બેચરાજી યાત્રાધામમાં બહુચર માતાજીનું પ્રાચીન તેમજ વિશ્વભરમાં પ્રખ્યાત મંદિર છે જ્યાં સામાન્ય દિવસોમાં નવરાત્રિનું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારી અને સંકટને ધ્યાનમાં રાખી સરકારે રાસગરબા રમવા પર પ્રતિબંધ મૂકી શ્રદ્ધાળુઓની આસ્થાને જોતા કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે મંદિરોમાં દર્શનની અનુમતિ આપી છે. ત્યારે બહુચરાજી મંદિરમાં પણ નવરાત્રિનો પ્રારંભ કરાયો છે.

ઘટસ્થાપન વિધિ, યજ્ઞ તથા પલ્લીનું આયોજન

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન વિધિ કરી છઠ અને સાતમના દિવસે યજ્ઞ કરવામાં આવશે તો આઠમીએ રાત્રે 12 વાગે માતાજીની પલ્લી નૈવેધ ધરાવી કરવામાં આવશે. તેમજ દશેરાના દિવસે સવારે જવેરા ઉથાપન કરી ધજા બદલવામાં આવશે.

કોરોના ગાઈડલાઇન્સનું પાલન

કોરોના ગાઈડલાઇન્સ અનુસરતા બહુચરાજી માતાજીના મંદિરે આવતા લોકોને મેડિકલ ટીમ દ્વારા તપાસવામાં આવે છે. ત્યારબાદમાં હેન્ડ સેનેટાઇઝરના ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાના અનુરોધ સાથે રાઉન્ડમાં ઉભા રહી દર્શન કરવા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, વાઇરસ વયોવૃદ્ધ અને બાળકો પર વધારે અસર કરતો હોવાથી મંદિરમાં બાળકોને લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ માતાજીને અર્પણ કરવા લાવવામાં આવેલી ચૂંદડી કે પ્રસાદ બહાર જ મુકાવવામાં આવશે તો કોઈપણ દર્શનાર્થીને માતાજીની મૂર્તિ સુધી જવા અનુમતિ નહિ અપાય.

નિર્ણયને શ્રદ્ધાળુઓએ પણ માન આપ્યું

બહુચરાજી મંદિરમાં દરવર્ષે માતાજીની નવરાત્રિનો નજારો કંઈક અનેરો જ હોય છે. જેમાં માતાજીના ચાચર ચોકમાં રોજ રાસગરબા અને સેવાભક્તિનો દરેક દર્શનાર્થીઓને લ્હાવો મળતો હોય છે જો કે આ વખતે કોરોના મહામારીને પગલે પૂજારી ગણ દ્વારા માતાજીની આરતી, સેવાપૂજા અને યજ્ઞ કરવામાં આવનાર છે. કોરોનાને ધ્યાનમાં રાખીને બહુચરાજી માતા મંદિર સંસ્થાનમાં સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરતા આ વખતે નવરાત્રિ મહોત્સવમાં ફેરફાર કર્યો છે ત્યારે આ નિર્ણયને શ્રદ્ધાળુઓ પણ માન આપી રહ્યા છે. સાથે તેઓ દરવર્ષે થતા માતાજીના નવરાત્રિના દિવસોને આજે યાદ કરી રહ્યા છે.

ચૂંદડી-પ્રસાદના વેપારીઓને મંદીનો અનુભવબહુચરાજી માતાજી મંદિરમાં બાળકોનું મુંડન, બાબરી વગેરે જેવા કાર્યક્રમો પરંપરાગત રીતે યોજાતા હોય છે. જો કે આ વખતે મંદિરમાં દર્શન સિવાયની તમામ ગતિવિધિઓ બંધ રાખવામાં આવી છે. જેને પગલે મંદિરની બહાર દુકાનોમાં માતાજીની ચૂંદડી-પ્રસાદનો વેપાર કરતા વેપારીઓ પણ આ વખતે વેપારમાં મંદીનો અનુભવ કરી રહ્યા છે. સાથે જ તેઓ આ સમયમાં મંદિર ટ્રસ્ટના નીતિનિયમોને યોગ્ય ગણાવી રહ્યા છે. જો કે મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાય તો દૂરથી આવતા દર્શનાર્થીઓને પણ દર્શનનો લાભ મળી શકે તેવું વેપારીઓ માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.