- ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની વાર્ષિક ઉજવણી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન
- ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મંગળવારે ઉજવણી
- ગત વર્ષ 18થી 22 ડિસેમ્બરના રોજ યોજાયો હતો લક્ષચંડી મહાયજ્ઞ
- મંગળવારના રોજ ઉમિયામાતા મંદિર ખાતે અતિત સભારણા કાર્યકમ યોજાશે
- કાર્યકમની તૈયારીના ભાગરૂપે નિજ મંદિરના પટાંગણમાં બહેનો દ્વારા રંગોલી પુરાઈ
- મંગળવારે નવચંડી હવન યોજાશે
- 9.15 મિનિટે લક્ષચંડી મહાયજ્ઞના સ્થળેથી નિજ મંદિર સુધી નગરયાત્રા સ્વરૂપે મંદિરે ધજા આરોહણ કરાશે
- 208 વાનગીઓનો અન્નકૂટ ભરાશે, રાત્રે 6 કલાકે 5555 દીપ પ્રાગટ્ય કરાશે
- ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની વાર્ષિક ઉજવણી કરવામાં આવશે
મહેસાણાઃ જિલ્લામાં આવેલ ઊંઝા ઉમિયા માતા મંદિર ખાતે ગત વર્ષે કરાયેલ લક્ષચંડી મહાયજ્ઞની વાર્ષિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ગત વર્ષે અહીં વિશ્વ રેકોર્ડ સાથે ઉમિયા માતાજીનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જેને એક વર્ષ પૂર્ણ થતાં ફરી એકવાર મંદિર સંસ્થાન દ્વારા કોરોના મહમારીને ધ્યાને રાખી ખાસ પ્રકારે આયોજન કરી રંગોળી પુરી અને લાઇટિંગ કરીને સુશોભન કરવામાં આવ્યું છે.
નવચંડી યજ્ઞ, ધ્વજ રોહણ અને દીપોત્સવથી ઉજવણી કરાશે
ઊંઝા ખાતે આવેલ ઉમિયામાતા મંદિર ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને પાટીદારોના આસ્થાનું કેન્દ્ર છે, અહીં અનેક એવી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ગત વર્ષે અહીં વિશ્વ રેકોર્ડ સાથે ઉમિયા માતાજીનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેને એક વર્ષ પૂર્ણ થતા ફરી એકવાર મંદિર સંસ્થાન દ્વારા કોરોના મહમારીને ધ્યાને રાખી ખાસ પ્રકારે આયોજન કરી રંગોળી પુરી અને લાઇટિંગ કરીને સુશોભન કરવામાં આવ્યું છે.
એક સાથે 5555 દિવા પ્રગટાવવામાં આવશે
આ વખતે ઉમિયામાતા મંદિર ખાતે નવચંડી યજ્ઞ કરવામાં આવશે, મંદિર શિખરે ધ્વજા રોહણ કરવામાં આવશે, 208 વાનગીઓનો અન્નકૂટ માતાજીને અર્પણ કરાશે તો સાંજે દરેક નગરજનો પોતામાં ઘરે જ માતાજીની ભક્તિ પ્રાર્થના કરશે, આ દિવસની ઉજવણીમાં એક સાથે 5555 દિવા પ્રગટાવવામાં આવશે.