જિલ્લામાં લોકસભા ચૂંટણી ટાણે અવનવા રાજકીય વર્તુળો મળી રહ્યા છે. ત્યાં મહેસાણા જિલ્લાની દૂધ સાગર ડેરી સહકારી સંસ્થામાં પણ રાજકારણે મૂળ સુધી સ્થાન લીધું છે. એક તરફ ડેરી દ્વારા સરકાર સામે ડેરીને નુકસાન કરવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. ત્યાં ડેરી કોંગ્રેસને સમર્થન આપી રહી છે.
જેને પગલે વિસનગર ખાતે પશુપાલકો સાથે કોંગ્રેસની ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ડેરીના સત્તાધીશોએ કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને જીતાડવા આ નિવેદન કર્યું હતું. આ સાથે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ગુજરાત આવેલા રાજીવ સાતવે પણ સરકાર ડેરીનું શોષણ કરી રહી છે. તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ સરકાર આવશે તો બે પ્રકારે બજેટ આપવાની સાથે ખેત પેદાશોના એડવાન્સ ભાવ નક્કી થશે તેવી જાહેરાત કરી હતી. તો ઉનામાના મુશલીમ મામલે CMએ કરેલા નિવેદન પર રાજીવ સાતવે ટિપ્પણી કરતા CM બે મહિના પછી નહીં હોય એવું નિવેદન આપ્યું હતું
એક તરફ રાજકીય પક્ષો શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં સહકારી સંસ્થા દૂધ સાગર ડેરીના સત્તાધીશો સરકાર દ્વારા હેરાન ગતિ કરવાના આક્ષેપો સાથે પશુપાલકોના હિતની વાત કરતા કોંગ્રેસની સરકાર લાવવા પશુપાલકોને સૂચન કરી રહ્યા છે. ત્યાં મહેસાણા લોકસભા બેઠક પર ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર એ.જે પટેલે પણ પશુપાલકો સહકાર આપશે અને પોતે જીતશે તો ડેરીના પ્રશ્નોનો નિવેડો લાવવા પોતે ચોક્કસ પ્રયાસ કરશે તેવી ખાત્રી આપી છે.