ETV Bharat / state

મહેસાણાનો ટ્રાન્સપોર્ટર હનીટ્રેપમાં ફસાયો, સમયસૂચકતાથી મળ્યો છુટકારો - modhera police

મહેસાણાના ટ્રાન્સપોર્ટરના વ્યવસાય સાથે જોડાયેલા એક આધેડને એક અજાણ્યા ફોનથી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. આ યુવતીએ અન્ય મળતિયાઓ સાથે હનીટ્રેપ ગોઠવી ધમકી આપી પૈસા પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

મહેસાણા
મહેસાણા
author img

By

Published : Feb 15, 2021, 8:18 PM IST

  • મોઢેરામાં હની ટ્રેપની ઘટના સામે આવી
  • યુવતીના મળતિયાઓએ 3 લાખની માંગણી કરી
  • યુવતીએ ફોન કરીને ટ્રાન્સપોટરને હનીટ્રેપમાં ફસાવ્યા

મહેસાણા: શહેરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા એક આધેડને અજાણ્યા નંબર પરથી કોઈ યુવતીનો કોલ આવ્યો હતો. આ જ કોલ વારંવાર આવતા આધેડને યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી. જે બાદ યુવતીએ પોતે લગ્ન કરવા ઇચ્છતી હોઈ સારો છોકરો બતાવો તેમ કહી આધેડના વખાણ કરી એને આકર્ષવા કોશિશ કરી હતી અને મળવા માટે મોઢેરા પણ બોલાવ્યો હતો. જેથી આ ટ્રાન્સપોર્ટરે યુવતીને મોઢેરા જતા ખેતરમાં મળવા બોલાવી હતી. જો કે આ એક હનીટ્રેપનો પ્લાન હોઈ યુવતી સાથેની મુલાકાતમાં આધેડને યુવતી સાથેના મળતીયાઓએ ઝડપી પાડી 10 લાખ રૂપિયાની માગ કરી હતી. સ્થળ પર પૈસા આપવા શક્ય ન હોઈ ભોગ બનનાર આધેડે બે દિવસમાં 3 લાખ આપવાનું કહી છુટકારો મેળવ્યો હતો. પરંતુ હનીટ્રેપમાં ફસાયેલા આધેડ પાસે પૈસાની માંગણી કરતા યુવતીના સાગરીતોને પૈસા આપવાની તૈયારી બતાવી હતી. આધેડે પોતાની સાથે મિત્રોને રાખી પૈસા લેવા આવેલા ઇસમો અને યુવતીને પોલીસના હાથે પકડાવી હનીટ્રેપનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.

હનીટ્રેપમાં આધેડને ફસાવનાર યુવતી સહિત તેના સાગરીતો પોલીસ કસ્ટડીમાં મુકાયા

મહેસાણાના ટ્રાન્સપોટર સાથે બનેલી હનીટ્રેપની ઘટનામાં બાઇક પર પૈસા લેવા આવેલા 2 ઇસમો પૈકી એક જયસિંહ ઉર્ફે ભોલુ પ્રહલાદજી અમરતજી ઠાકોર મોઢેરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે જ્યારે યુવતી સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.