ETV Bharat / state

મહેસાણામાં ટેક્સ આસિસ્ટન્ટ અને પટાવાળો 400 રૂપિયાની લાંચ(bribe)લેતા ઝડપાયા - Mehsana tax assistant and Peon were caught taking a bribe of Rs 400

મહેસાણા ખાતે આવેલી ઇન્કમટેક્સ ઓફીસમાં મહેસાણા ACBની ટીમે છટકું ગોઠવી ઓફિસમાં કામ કરતા વર્ગ 3ના કર્મચારી અને પટાવાળાને રૂપિયા 400ની લાંચ(bribe) લેતા ઝડપી પાડ્યા છે.

મહેસાણામાં ટેક્સ આસિસ્ટન્ટ અને પટાવાળો 400 રૂપિયાની લાંચ(bribe)લેતા ઝડપાયા

author img

By

Published : Jun 11, 2021, 10:16 AM IST

  • 400 રૂપિયાની લાંચ લેતા મહેસાણા ACBનો ટીમે ઝડપી પાડ્યા
  • પાનકાર્ડ નંબર જાણવા અરજદાર પાસે માંગી હતી 500 રૂપિયાની લાંચ
  • ગુનો નોંધી અટકાયત કરતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

મહેસાણાઃ જિલ્લાની ઇન્કમટેક્ષ ઓફિસમાં એક અરજદારનું પાનકાર્ડ ખોવાઈ ગયું હોવાથી તેના નંબરની જાણકારી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં ટેક્સ અસિસ્ટન્સના ટેબલ પર પોતાનો પાનકાર્ડ નંબર જાણવા રકજક કરતા ટેક્સ આસિસ્ટન્ટ હર્ષદભાઈ નાયી અને પટાવાળો અલ્પેશ શ્રીમાળી દ્વારા 500 રૂપિયાની લાંચ(bribe) માગવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ખેડામાં અધિક નાયબ મામલતદાર લાંચ(Bribe) લેતાં ઝડપાયા

અરજદારે મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી ટીમનો સંપર્ક કર્યો હતો

આ અરજદાર લાંચ (bribe)આપવા ન ઇચ્છતા હોવાથી તેમને સમય સુચકતા અને સાવધાનીપૂર્વક મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી ટીમનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACBની ટીમે અરજદાર સાથે રહી મહેસાણા ઇન્કમટેક્સ ઓફિસમાં છટકું ગોઠવી ટેક્સ આસિસ્ટન્ટ વતી 400 રૂપિયાની લાંચ(bribe) લેતા પટાવાળાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મહેસાણામાં ટેક્સ આસિસ્ટન્ટ અને પટાવાળો 400 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચોઃ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ

લાંચીયા કર્મચારી અને પટાવાળાની અટકાયત કરાઈ

મહેસાણા ACBની ટીમે મહેસાણા ઇન્કમટેક્સ ઓફિસમાં લાંચીયા કર્મચારીઓને પકડવામાં સફળતા મળી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે પાનકાર્ડ નંબર જાણ કરવા મામલે 400 રૂપિયા લાંચ(bribe) માગવાના પ્રકરણમાં ટેક્સ આસિસ્ટન્ટ હર્ષદભાઈ કાંતિભાઈ નાયી વર્ગ3 સરકારી કર્મચારી અને કરાર આધારિત ફરજ બજાવતા પટાવાળા અલ્પેશ બળદેવભાઈ શ્રીમાળી સામે લાંચ(bribe)ની રકમ માગી સ્વીકારવા મામલે ગુનો નોંધી અટકાયત કરતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.