- મહેસાણા તાલુકામાં 29 ટકા જેટલો જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
- ખેરાલુ તાલુકામાં 5.50 ટકા સાતેહ જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો
- મહેસાણા જિલ્લામાં પ્રતિ વર્ષ 28.74 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયા છે
- ચાલુ ચોમાસુ સીઝનમાં 4.13 ઇંચ વરસાદ પડ્યો છે.
મહેસાણાઃ સામાન્ય રીતે આ જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અહીં વસતા જિલ્લાના લોકોનો આર્થિક સ્થિતિ અને જિલ્લાની પ્રગતિ મોટેભાગે જમીન સાથે જોડાયેલા આ બે વ્યવસાયના આધારિત છે, ત્યારે પશુપાલન અને ખેતી બન્ને માટે મહત્વનું છે. પાણી અને પાણીનો કુદરતી સ્ત્રોત પૂરતો મળી જાય તો અહીં ક્યારેય કોઈ મુશ્કેલી સર્જાતી નથી.
વાત છે હરિયાળી ક્રાંતિથી શ્વેત ક્રાંતિ તરફ પ્રગતિ પામેલા મહેસાણા જિલ્લાની તો હાલમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યાં ખેડૂતો અને પશુપાલકો રાજીના રેડ બન્યા છે અને ખેતી પર પૂરતું ધ્યાન આપી રહ્યાં છે. જો કે, મહેસાણા જિલ્લામાં હાલમાં વરસાદની સ્થિતિની પર એક નજર કરીએ તો હાલમાં જિલ્લામાં છેલ્લા 7 દિવસથી ખેતી માટે અનુકૂળ વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે વરસતા વરસાદને પગલે ખેડૂતોને વાવણી અને પાક ઉછેરમાં સરળતા સાપડી છે.
જિલ્લામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 4.13 ઇંચ એટલે કે, 14.40 ટકા જેટલો વરસાદ વરસ્યો છે, તો જિલ્લામાં પ્રતિવર્ષ 28.74 ઇંચ જેટલા વરસતા સરેરાશ વરસાદ પર હજુ સિઝનમાં 85 ટકા જેટલો વરસાદ વરસવાનો બાકી છે. જિલ્લાના મહેસાણા તાલુકામાં વર્ષોથી સૌથી વધુ વરસાદ વરસતો હોવાનો આંક નોંધાયેલો છે, તો ખેરાલુ તાલુકો વરસાદના પાણીથી તરસ્તો રહે છે. જ્યાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 13 દિવસમાં સરેરાશ 4.40 ટકા વરસાદ સાથે બેચારજીમાં 134 mm, જોટાણામાં 94 mm, કડીમાં 73 mm, ખેરાલુમાં 40 mm, મહેસાણા 225 mm, સતલાસણામાં 99 mm, ઊંઝામાં 47 mm, વડનગરમાં 78 mm, વિજાપુરમાં 227 mm અને વિસનગરમાં 74 mm વરસાદ નોંધાયો છે.