ETV Bharat / state

કારમાંથી મળ્યો 27 લાખથી વધુ કિંમતનો ચરસનો જથ્થો, મહેસાણા પોલીસે 3 શખ્સને ઝડપ્યા - ચરસનો જથ્થો ઝડપાયો

મહેસાણા ફતેહપુરા પાટિયા (Mehsana Fatehpura Patiya) પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે (Mehsana Traffic Police) ફેન્સી નેમપ્લેટ લગાવેલી પરપ્રાંતીય કાર રોકી તપાસ કરતા તેમાંથી 27,56,250ની કિંમતનું 18 કિલો ચરસ (18 kg charas) મળી આવ્યું હતું. મહેસાણા પોલીસે મુંબઈના 3 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા ફતેહપુર પાટિયા નજીક કારમાંથી ઝડપાયું 27 લાખથી વધુ કિંમતનું ચરસ

author img

By

Published : Oct 3, 2021, 5:56 PM IST

  • મહેસાણા ફતેહપુર પાટિયા પાસે કારમાંથી મળ્યું 18 કિલો ચરસ
  • અજમેરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો જથ્થો
  • ડેકીમાં શાકભાજી અને અન્ય સામાનની નીચે સંતાડ્યો હતો નશીલો પદાર્થ

મહેસાણા: ફતેહપુરા પાટિયા ( (Mehsana Fatehpura Patiya)) પાસે શહેર ટ્રાફિક પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી 27.56 લાખની કિંમતનો 18 કિલો ચરસનો જથ્થો મળી આવતા કારમાં સવાર મુંબઈના 3 શખ્સો (જાવેદ આદમ ઇસ્માઇલ ઉં.49, ઇર્ષાદ ઉમર અબ્દુલ રહેમાન ઉં.33, અબ્દુલગફાર અબ્દુલસતાર શેખ ઉં.38, ત્રણેય રહે. મુમ્બરા થાણે, મુંબઈ)ને ઝડપી પાડી મહેસાણા તાલુકા પોલીસ મથકે (Mehsana Taluka Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કારમાં સવાર શખ્સોએ સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ

જથ્થો અજમેરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો

મહેસાણા શહેર ટ્રાફિક પોલીસે ફતેહપુરા પાટિયા નજીક વાહન ચેકિંગ દરમિયાન પાલનપુર હાઇવે (Palanpur Highway) તરફથી આવતી ફેન્સી નેમપ્લેટવાળી MH 43 એક્સ 5909 નંબરની શંકાસ્પદ ઝાયલો કારને રોકી તપાસ કરતા વાહનચાલક સહિત કારમાં સવાર શખ્સોએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસને વધુ શંકા ગઈ હતી. જેન લઈ ટ્રાફિક પોલીસે વાહનની ડેકીમાં તપાસ કરતા ઘણી બધી બેગો નીચે સંતાડેલો 18 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રાફિક પોલીસે કારમાં સવાર ત્રણેય શખ્સોને ઝડપી લઈ સ્થાનિક પોલીસને જાણ કરતા મહેસાણા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

1,09,500 રૂપિયાની રોકડ રકમ મળી

ડેકીમાં તપાસ કરતા ઘણી બધી બેગો નીચે સંતાડેલો 18 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો

મહેસાણા પોલીસે 27,56,250ની કિંમતનો 18.375 કિલો ચરસનો જથ્થો, 1,09,500 રૂપિયાની રોકડ અને એક ઝાયલો કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસને ફેન્સી નેમપ્લેટ અને કારાસવારો પર શંકા જતા તપાસ કરી તો મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ હાથે લાગ્યો.

અજમેરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો ચરસનો જથ્થો

ફતેહપુરા બાય પાસ પર વાહન ચેકિંગ દરમિયાન ચરસ પકડવા મામલે શહેર ટ્રાફિક પોલીસ અધિકારી વિણાબેન સોલંકી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, પાલનપુર તરફથી આવતી ઝાયલો કારની નેમ પ્લેટ ફેન્સી અને અન્ય રાજ્યના પાર્સિંગની હોઈ કાર રોકી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા સંપૂર્ણ કારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કારમાં પોલીસનું ધ્યાન ભટકે એ રીતે શાકભાજી અને અન્ય સમાન ભરેલી બેગોની નીચે સંતાડેલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. વાહન ચાલકોની પૂછપરછ કરતા આ જથ્થો અજમેરથી મુંબઈ લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં દારૂની પરમિટ ધરાવનાર 360 લોકો પૈકી 3 વિદેશીઓનો પણ સમાવેશ

આ પણ વાંચો: મહેસાણામાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવકનું મોત થતા પોલીસ તપાસનો ધમધમાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.