ETV Bharat / state

કાંસા ગામમાં પૌરાણિક ગરબાનું મહત્વ આજેય અકબંધ...વાંચો આ અહેવાલ...

author img

By

Published : Oct 5, 2019, 7:13 PM IST

મહેસાણા: આ બદલાતા જતા યુગમાં આજે પણ એક એવું ગામ છે જ્યાં, સ્ત્રી પુરૂષો સાથે ગરબે ઘૂમતા નથી. સંસ્કૃતિ અને સંસ્કારોની પરંપરાના આ ગામની મુલાકાત સાંસદ શારદાબેન પટેલે લીધી હતી અને તેમણે અહીંયા ગ્રામ લોકો સાથે ગરબા ગાયા હતા.

સાંસદ શારદાબેન ગરબે ધૂમ્યા

નવરાત્રી એટલે માઁ આદ્યશક્તિ અંબિકાનો પાવન અવસર. માતાજીની સાચી આરાધના અને પ્રાર્થનાનો કોઈ સુવર્ણ અવસરના કારણે માતાજીને નવરાત્રીમાં માનવામાં આવે છે. વિસનગરના કાંસા ગામે 45 વર્ષ જૂની શેરી ગરબાની ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરા અને મર્યાદાના સંસ્કાર આજે પણ જીવંત જોવા મળી રહ્યાં છે. જેમાં, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ સહભાગી બન્યા છે.

સાંસદ શારદાબેન ગરબે ધૂમ્યા

આજના બદલાતા મોર્ડન યુગમાં માતાજીની સાચી આરાધના અને શક્તિનો આ પર્વ શહેરોમાં નિહાળવો તો કદાચ અશક્ય છે. 45 વર્ષ જૂના અનોખા શેરી ગરબાની રમઝટ જ્યાં થાય છે તે છે વિસનગરનું કાંસા ગામ. આ ગામમાં સુંદર રઢિયાળી રાત્રીમાં શેરી ગરબામાં મહિલાઓને માતાજીના રાસ ગરબા રમવા માટે પહેલી તક અપાય છે અને પછી પુરુષો ગરબે ઘૂમે છે.

અહીં માતાજીના પાવન પર્વના સંસ્કારોની મર્યાદાને ધ્યાનમાં રાખી સ્ત્રી-પુરુષો ક્યારેય એક સાથે ગરબા ગાતા નથી. તો વળી DJના તાલને પણ તોડી નાખે તેવા પ્રાચીન ગરબા ગામના વડીલો અને યુવકો પોતાના સ્વમુખે ગાય છે. આમ ગામના યુવાનોમાં સંસ્કૃતિ અને સંગીત કલાનું સિંચન થાય છે. માટે જ તો આ ગામની ઓળખ સમાન શકુબાઈનું આખ્યાન સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત થયું છે.

ગૌરવવંતા કાંસા ગામે યોજાતા આ શેરી ગરબા નિહાળવા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે ગામની મુલાકત લીધી અને શેરી ગરબાની આ પ્રાચીન પદ્ધતિથી ગરબે ધૂમ્યા હતા.

Intro:સંસ્કૃતિ અને સંસ્કારોની પરંપરામાં કાંસા ગામે શેરી ગરબે ઘૂમ્યા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલBody:નવરાત્રી એટલેમાં આદ્યશક્તિ અંબિકાનો પાવન અવસર છે માતાજીની સાચી આરાધના અને પ્રાર્થનાનો કોઈ સુવર્ણ અવસર એટલે જ માતાજીની આ નવરાત્રી માનવામાં આવે છે ત્યારે વિસનગરના કાંસા ગામે 45 વર્ષ જૂની શેરી ગરબાની ધાર્મિક એવી સાંસ્કૃતિક પરંપરા અને મર્યાદાના સંસ્કાર આજે પણ અહીં જીવંત જોવા મળી રહ્યા છે જેમાં સહભાગી બન્યા છે મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલ....

મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે નવરાત્રીનું મહત્વ ખૂબ જ રહેલું છે જીકે આજના બદલાતા જતા મોર્ડન યુગમાં માતાજીની સાચી આરાધના અને શક્તિનો આ પર્વ નિહાળવો શહેરોમાં તો કદાચ અશક્ય છે ત્યારે 45 વર્ષ જૂની અનોખી શેરી ગરબાની રમઝટ જ્યાં થાય છે તે છે વિસનગરનું કાંસા ગામ જી..હા... તમને જાણી ને કદાચ નવાઈ લાગશે પણ અહીં આ સુંદર રાઢિયળી રાત્રીમાં શેરી ગરબા ગુમતી આ મહિલાઓને માતાજીના રાસ ગરબા રમવા માટે પહેલો ચાન્સ અપાય છે અને પછી પુરુષો ગરબે ગુમે છે અહીં માતાજીના પાવન પર્વ ના સંસ્કારોની મર્યાદા જણાવતા સ્ત્રી પુરુષો ક્યારેય એક સાથે ગરબા ગાતા નથી તો djના તાલને પણ તોડી નાખે તેવા પ્રાચીન ગરબા ગામના વડીલો યુવકો પોતાના સ્વમુખે ગાય છે સાથે સંગીતના સૂર માટે વાજિંત્રો પણ જાતે જ વગાડવામાં આવે છે આમ ગામના યુવાનો માં સંસ્કૃતિ અને સંગીત કલાનું સિંચન થાય છે માટે જ તો આ ગામની ઓળખ સમાન શકુબાઈનું આખ્યાન સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત થયેલું છે મહત્વનું છે ગૌરવવંતા કાંસા ગામે યોજાતા આ શેરી ગરબા નિહાળવા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે ગામની મુલાકત કરી પોતે પણ શેરીગરબાની આ પ્રાચીન પદ્ધતિ થી ગરબે ઘૂમ્યા હતા ત્યારે કાંસા ગામે યોજાતા આ નવરાત્રી મ્હોત્વ માટે એટલું ચોક્કસ થી કહી શકાય કે દેશમાં દજર્મ અને સંસ્કૃતિ નું જો સાચા અર્થમાં સિંચન કરવું હોય તો સંસ્કારોનું પાલન કરવુ એ વધુ આવશ્યક બની શકે છે Conclusion:

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.