ETV Bharat / state

મહેસાણા LCB એ ચુનાની આડમાં વિદેશી દારૂ ભરીને જતી ટ્રક વિજાપુરથી ઝડપી પાડી - news in Mehsana

મહેસાણા LCB એ ચુનાની આડમાં 1.20 લાખનો વિલાયતી દારૂ ભરીને જતી ટ્રક વિજાપુરથી ઝડપી પાડી હતી.

Mehsana LCB
મહેસાણા LCB
author img

By

Published : May 24, 2020, 7:22 PM IST

મહેસાણા : જિલ્લામાં લોકડાઉન વચ્ચે સરકારના આદેશથી સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રાખવામાં આવતા કરફ્યૂનું પાલન થાય માટે મહેસાણા LCBની ટીમ વિજાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં જ હિંમતનગર હાઇવે પર દેરોલ પુલ નજીકથી પસાર થતી એક ટ્રક એકાએક અન્ય રસ્તા પર વળાંક લઈ લેતા પોલીસને શંકા ઉદ્ભવી હતી. જેને પગલે LCBની ટીમ દ્વારા ટ્રકનો પીછો કરતા ટ્રક બિનવારસી હાલતમાં રસ્તાની બાજુ પર પાર્કિંગ કરેલ મળી આવી હતી.

મહેસાણા LCB એ ચુનાની આડમાં વિલાયતી દારૂ ભરીને જતી ટ્રક વિજાપુરથી ઝડપી પાડી

જ્યાં પોલીસ સ્ટાફના માણસોએ ટ્રકમાં તપાસ કરતા ટ્રક ચાલક ફરાર હતો. તો ટ્રકમાં સ્લેકેડ લાઈમ એ ગ્રેડ એટલે કે, ચુનાની થેલીઓની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 23 પેટીઓ જેમાં 276 નંગ બોટલો મળી 1.20 લાખનો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે 2 નંગ મોબાઈલ મળી આવેલ. જો કે, ગેરકાયદેસર દારૂની હેરાફેરી મામલે મહેસાણા LCB દ્વારા 1.20 લાખનો દારૂ, 2500ની કિંમતના 2 મોબાઈલ, 450 ટન વજનની 50 હજારની કિંમતની ચુનાની થેલીઓ અને 8 લાખની એક ટ્રક મળી કુલ 9.72,500નો મુદ્દામાલ જપ્ત કરી વિજાપુર પોલીસ મથકે ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.