મહેસાણાના ખેરવા ખાતે સ્થિત ગણપત યુનિવર્સિટી ખાતે USAના પોમોનાની નામાંકિત યુનિવર્સિટી કાલપોલીના વાઇસ ચેરમેન ડૉ.ડેનિલ મોંટપ્લેસર અને જોશેપ રેસિસની હાજરીમાં બુધવારે MOU કરવામાં આવ્યો છે. વિદેશી એન્જિનિયરિંગ અભ્યાસ માટે ગણપત યુનિવર્સિટી અને કાલપોલી યુનિવર્સિટી વચ્ચે આ MOU કરવામાં આવ્યો છે.
MOU થકી હવે ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ સ્વદેશમાં મેળવી માસ્ટર ડીગ્રી માટે વિદેશ અભ્યાસ અર્થે જવાની ઉજ્જવળ તક પ્રદાન થઈ છે. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના ચેરમેન પદ્મશ્રી ગણપત પટેલે શુભેચ્છા પાઠવી પોતે USAની કાલપોલી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાની યાદ તાજી કરી હતી. જ્યારે MOU કરતા કાલપોલી યુનિવર્સિટીના ડેલીગેશને પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.