- મહેસાણાના ખેડૂતે વિદેશી ખેતી શરૂ કરી
- ખેડૂતે શરૂ કરી ડ્રેગનફ્રૂટની ખેતી
- 13 માસથી ખેડૂત કરે આ ખેતી
મહેસાણાઃ વિજાપુર તાલુકાના છેવાડે આવેલા હસનાપુર ગામે એક ખેડૂતે પોતાની જમીન પર પારંપરિક ખેતી કરતા કરતાં વેદેશી ફ્રૂટનું ઉત્પાદન મળે માટે ડ્રેગનફ્રૂટની ખેતી કરી છે. આ ખેડૂત દ્વારા પપૈયા, મગફળી જેવા પાકોની ખેતી કર્યા બાદ મહેસાણા બાગાયત વિભાગની સલાહ મળતા ગત 13 માસથી ડ્રેગનફ્રૂટના છોડ ઉછેરવાનું શરૂ કર્યું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9366762_a.jpg)
ડ્રેગનફ્રૂટથી ખેડૂતોને ફાયદો
હસનાપુરના આ ખેડૂતને ડ્રેગ્નફ્રૂટની ખેતી કરતા પ્રારંભિક સમયમાં ગણો ખરો ખર્ચ ઉઠાવવા પડ્યો છે. જો કે, ચાઈનીઝ ફળ ગણવામાં આવતા ડ્રેગનફ્રૂટની હાલના સમયમાં ભારતની અંદર પણ ગ્રાહકો માંગ કરી રહ્યા છે, ત્યારે આ ખેતી એકનદરે ખેડૂતને નોંધપાત્ર ફાયદો કરાવે છે.
સરકાર પાસે આર્થિક સહાયની માગ
ડ્રેગનફ્રૂટની ખેતી કરતા આ ખેડૂતે સરકાર પાસે માગ કરી છે કે, આ ફ્રૂટના છોડની વાવણી અને ઉછેરમાં પ્રારંભિક ખર્ચ ઘણો થતો હોવાથી ખેડૂતોને ડ્રેગનફ્રૂટની ખેતી માટે સહાય અપાવી જોઈએ. જેથી ખેડૂતોને ડ્રેગનફ્રૂટની ખેતી માટે પ્રેરણા મળી રહે.