મહેસાણા: જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વધુ એક વાર પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી સમગ્ર આકાશમાં વાદળો ઘેરાયા હતા, જેને પગલે સૂર્ય પ્રકાશ અવરોધાતા અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ ઠંડીનું જોર પણ વધી ગયું હતું. હવામાન વિભાગની આગાહીને (Meteorological Department Forecast) પગલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બે દિવસ માવઠું થવાની આશંકા સેવાઈ હતી.
મધરાત્રીથી વરસી રહ્યો છે ઝરમર વરસાદ
જિલ્લામાં વાતાવરણમાં પલટો અર્જતાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ તો જિલ્લા પંથકમાં મધરાત્રીથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમ કમોસમી વરસાદથી (Unseasonal Rain In Mehsana) ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, જેમના રવિ પાકોને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા દ્રશ્ય ધૂંધળું બન્યું હતું અને ચારે બાજુ ધૂમમ્સ જોવા મળી હતી.
કમોસમી વરસાદ અને ધૂમમસને પગલે જનજીવન પ્રભાવિત થયું
ધૂમમ્સને પગલે વિસિબિલિટી ખોરવાતા વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પગલે ઠંડીનું જોર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. આમ કમોસમી વરસાદ અને ધૂમમસને (Unseasonal Rain with cloudy weather) પગલે જનજીવન અને ખેતી પ્રભાવિત થયા છે.
આ પણ વાંચો: Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ
આ પણ વાંચો: Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત