મહેસાણા: મહેસાણા એસ.ઓ.જી.એ ઊંઝામાં દરોડા પાડ્યા હતા.જિલ્લામાં પહેલીવાર લિક્વિડ અફીણ ઝડપાયું છે. ઊંઝા તિરુપતિ માર્કેટમાં રહેતા રાજસ્થાની મજૂર પાસે થી 2.30 કિલો લિક્વિડ OPM અફીણનો જથ્થો મળી આવ્યો હતો. અફીણનો વ્યસની બાબુલાલ જાટ પણ ઝડપાયો છે. સપ્લાયર વોન્ટેડની સાથે 2.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા પાડી તપાસ: મહેસાણા SOGના વિશ્વનાથસિંહ અને દિગ્વિજયસિંહને મળેલ બાતમી આધારે SOG ની ટીમે ઊંઝા ખાતે દરોડા પાડી તપાસ શરૂ કઈ હતી. ત્યાં ઊંઝામાં SOG ના દરોડા દરમિયાન ગંજ બજાર પાસે આવેલ તિરુપતિ માર્કેટના કરથમ માળે 11 નંબરની દુકાનમાં રહેતા રાજસ્થાની મજૂર રહેતો હતો. બાબાલાલ પાસે થી 2 કિલો 307 ગ્રામ જેટલો OPM લિક્વિડ પ્રકારનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર થી અંદાજે 2,30,700ની કિંમતના લિક્વિડ અફીણનો જથ્થા કબ્જે કર્યો હતો. અફીણ સાથે મળી આવેલ રાજસ્થાન બાડમેરના બાબુલાલ હનુમાનરામ જાટ નામના શખ્સની કુલ 2.49 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Rain Of Currency Notes : મહેસાણામાં લગ્નમાં ચલણી નોટોનો થયો વરસાદ, લોકોએ કરી પડાપડી
SOGના દોરડા: જડપાયેલ બાબુલાલ તેના મોબાઈલમાં રહેલ એક ફોન નંબર આધારે અફીણ મંગાવતો હતો. જે મોબાઈલ નંબરની તપાસ કરતા ઉદેપુરના સીસોદીયા કુશાલસિંહ નામના ઈશમનું નામ સામે આવ્યું હતું. જે શખ્સ દ્વારા ઊંઝામાં બાબુલાલને અફીણ જથ્થો સપ્લાય કરતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. મહેસાણા SOGની ટીમે હાલમાં ઝડપાઇ આવેલ બાબુરામ જાટની અટકાયત કરવાની સાથે બાબુલાલને અફીણ મોકલનાર કુશાલસિંહ વોન્ટેડ હોઈ બન્ને ઇશમોં વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ
અફીણનો પ્રકાર અલગ: મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લામાં અગાઉ ઝડપાયેલા અફીણ કરતા ઊંઝા માંથી જડપાયેલ અફીણનો પ્રકાર અલગ રહ્યો છે. જે opm લોકવિડ પ્રકારનું અફીણ છે અને તે મોટાભાગે રાજસ્થાન વિસ્તારમાં થી આવતું હોય છે. બાબુલાલ પાસે થી જડપાયેલ અફીણનો જથ્થો ઉદેપુરના કુશાગસિંહ સીસોદીયા એ મોકલેલ હોવાની વિગતો સામે આવી છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પહેલીવાર OPM લિક્વિડ પ્રકારનું અફીણ મોટા પ્રમાણમાં મળી આવ્યું મળી આવ્યું છે.