કડી/ મહેસાણા: નાની કડી પંથકમાં કોટન બ્રોકરના કર્મચારી લૂંટની ઘટનાનો ભોગ બન્યા હતા. પેઢીના મહેતાજી પાસેથી રૂપિયા 52.25 લાખની લૂંટ થઈ હતી. પોલીસ વિભાગના રિપોર્ટ અનુસાર આ કેસમાં લૂંટ ચલાવનાર પાંચ સ્થાનિક શખ્સોને પોલીસે પકડી પડ્યા છે. લૂંટ કરીને રાજસ્થાન તરફ ભાગી રહ્યા હતા. આ વાતની ચોક્કસ બાતમી મહેસાણા પોલીસને મળી હતી. લૂંટની રકમ પૈકી 33.50 લાખ રૂપિયા ખેતરમાં છુપાવ્યા હોવાની કબૂલાત પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આપી છે. આ કેસમાં અન્ય આરોપીઓ જોડાયેલા છે કે નહીં એ અંગે મહેસાણા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ટીમ તપાસ કરી રહી છે. પાંચ ટીમની મહેનતથી આ આરોપીઓ પકડાયા હતા. બાઈક સવાર મોઢા ઉપર રૂમાલ બાંધીને શખ્સો આવી પહોંચ્યા હતા અને લાખો રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા.
46.50 લાખનો મુદ્દામાલ રિકવર: અચલ ત્યાગી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યા અનુસાર મહેસાણા એલસીબીની ટીમને નાની કડી માંથી થયેલ 52.25 લાખની લૂંટની ઘટનામાં માત્ર 3 જ દિવસમાં મોટી સફળતા મળી છે. મહેસાણા એલસીબીની ટીમે લૂંટમાં સંડોવાયેલ 5 લૂંટારૂઓને નવાપુરા નંદાસણ હાઈવે પર થી લૂંટમાં ગયેલ 6 લાખ રોકડ અને લૂંટમાં વપરાયેલ કાર સાથે ઝડપી પાડયા છે. પોલીસ પુછતાજમાં લૂંટારુઓએ બાકીના 33.50 લાખ રૂપિયા રાજપુરમાં આવેલા તેમના ખેતરમાં પડેલા દૂરમાં સંતાડેલ હોવાની કબુલાત કરવામાં આવી છે. પોલીસે કુલ 39.50 લાખ રોકડ સહિત કુલ 46.50 લાખનો મુદ્દામાલ રિકવર કર્યા છે. જોકે પોલીસે આ લૂંટમાં ગયેલ 12.75 લાખ હજુ પણ રિકવર ન થયેલો હોવાથી અને અન્ય કોણ સાગરીતો ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ આદરી છે.
"ટીવી સિરિયલમાં આવતી ક્રાઈમ સિરિયલ જોઈ આરોપીઓએ ધાડ પાડવાનું નક્કી કરેલ હતું. લૂંટના ગુણને અંજામ આપવા નવા નિશાળિયાઓ એ પહેલા અલગ અલગ વાહનોમાં આવી બેંકમાં જતાં આવતા લોકોની 7 દિવસ સુધી રેકી કરી હતી. બાદમાં અલગ અલગ વાહનો લઈ લાખ્ખોની લૂંટને અંજામ આપ્યો હતો"--અચલ ત્યાગી (જિલ્લા પોલીસ વડા, મહેસાણા)
કેવી રીતે બની હતી ઘટના: કડી ખાતે આવેલ બાલાજી બ્રોકર પેઢીના મહેતાજી જગદીશભાઈ પટેલ બેન્ક અને જીનીગ ફેક્ટરી માંથી રોકડ લઈ નાની કડી માંથી પસાર થવાના હોવાની લૂંટારુઓ પૈકીના નાનકડી રહેતા નરેન્દ્ર ઉર્ફે ગોટુ ચૌહાણએ રેકી કરી હતી. રાજપુર રહેતા 4 શકસોને માહિતી આપી હતી. બાદમાં તારીખ 11 મી મેન રોજ મહેતાજી 52.25 લાખ જેટલી રકમ લઈ નાની કડી જકાતનાકા થી પસાર થતા હતા. ત્યારે નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ કારમાં આવેલ રાહુલ ઉર્ફે સની અને નરેન્દ્રસિંહ એ મહેતાજીના ઇટરનોને ટક્કર મારી નીચે પાડી દઈ ભાગી ગયેલા હતા. બાદમાં અન્ય એક રાહુલસિંહ અને કુલદીપસિંહ નામના બે ઈસમોએ નંબર પ્લેટ વગરની બાઈક પર જઈ ઇટરનો આગળ મુકેલ રોકડ રકમ ભરેલો થેલો લૂંટી ફરાર થઇ ગયા હતા.
રાજસ્થાન ભાગ્યા હતા: જિલ્લા પોલીસ વડા, મહેસાણાએ જણાવેલ માહિતી અનુસાર ખેતરના પડેલ દુરમાં 33.50 લાખ સંતાડી 6 લાખ રોકડ લઈ રાજસ્થાન ભાગ્યા હતા.ઊંઝા બાદ નાનીકડીમાં બનેલ લાખ્ખોની લૂંટની ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. તેવામાં સોશિયલ મીડિયા પર લૂંટના વિડિઓ જોઈ પકડાઈ જવાના ડરથી પાંચેય લૂંટારુઓ 33.50 લાખ રોકડ રાજપુર ગામે નરેન્દ્રસિંહ ખેતરમાં પડેલ દુરમાં સંતાડી દઈ અને 6 લાખ રોકડ સાથે રાખી લૂંટમાં વોરાયેલ સ્વિફ્ટ કારમાં બેસી રાજપુર થી રાજસ્થાન જવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં નંદાસણ હાઈવે પર પોલીસે પંચેયને 6 લાખ રોકડ અને કાર સાથે દબોચી લીધા હતા.
40 સીસીટીવી ફૂટેજ: મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં ઊંઝા અને કડીબે લૂંટની ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. નાનીકડી લૂંટ પ્રકરણમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને સ્થાનિક પોલીસ સહિત 5 ટીમ કામે લાગી હતી. પોલીએ આ ગુનાની તપાસમાં 40 સીસીટીવી ફૂટેજ તપાસેલ અને બનાવ સ્થળના સેલ આડી મેળવેલ જે આધારે પોલીસે આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું હતું.