મહેસાણા: મંગળવારનો દિવસ એક પરિવાર માટે અમંગળ પુરવાર થયો છે. જેમાં એક કાર ચાલકે ચાર રાહદારીઓને ટક્કર મારતા બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. જેમાં એક બાળકનું સારવાર વખતે મોત થયા હોવાનું સામે આવ્યું છે. રસ્તો ક્રોસ કરીને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહેલા મહિલા અને તેના બે પૌત્ર કારની ટક્કરે અથડાયા હતા. જેમાં મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. મહિલા હવામાં 7 ફૂટ ઊંચે ફંગોળાઈ હતી. જ્યારે મૃત્યુ પામેલા બાળકની ઉંમર 12 વર્ષ હોવાનું જાણવા મળે છે. અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકને પકડવા તપાસ ચાલુ કરી છે.
ગંભીર ઇજાઓ પહોંચી: ભાંડુ રહેતા એક મહિલા તેમના ઘરે આવેલ મહેમાન ભત્રીજા વહુને લઈ નજીકમાં આવેલ રણછોડ પુરા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. જ્યાં સવારે 11 વાગે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ઊંઝા થી મહેસાણા જતી એક ઇક્કો કારે તે ચારેય લોકોને અડફેટે લેતા એક મહિલા હવામાં 7 ફૂટ ઊંચે ઉછલી 50 ફૂટ જેટલું કાર સાથે રોડ પર પટકાઇ હતી. જ્યારે બે બાળકો અને અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડતા એક 12 વર્ષના બાળકનું સારવાર પહેલા જ મોતને ભેટયું હતું. જ્યારે એક 8 વર્ષનું બાળક અને એક મહિલાને ફેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી.
લોકોના ટોળે ટોળા: ભાંડુ હાઇવે પર બનેલી ગમખ્વાર અકસ્માત ઘટનાને પગલે રસ્તા પર હાજર અને નજીકમાં ઉભેલા ગામ લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જેઓ એ ઇજાગ્રસ્તોને મદદ કરી સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં વિસનગર પોલીસે સ્થળ તપાસ કરીને મૃતકોના મૃતદેહને પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત બાદ કાર ચાલક કાર સ્થળ પર મૂકીને ફરાર થયો હતો.ભાંડું પાટિયા પાસે સર્જાયેલ ભયંકર અકસ્માતમાં અકસ્માત સર્જનાર કાર ચાલક અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળે કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી વિસનગર ટાલિક પોલીસે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લઈ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Mehsana Student Death Case: ફાર્મા લેબમાં યુવતીના મૃતદેહ મામલે મોટો ખુલાસો, સીસીટીવી આવ્યા સામે Mehsana Crime: બાસણા યુવતી હત્યા કેસમાં રીક્ષા ચાલક હત્યારો નીકળ્યો, દુષ્કર્મ બાદ કરી હત્યા |
અકસ્માતની ઘટના કેપ્ચર: પોલીસની પ્રાથમિક તપાસ કરતા હાઇવે પરની દુકાનો પર લાગેલા CCTV કેમેરામાં ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સમગ્ર અકસ્માતની ઘટના કેપ્ચર થઈ છે. જેમાં માત્ર 5 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરતા 4 લોકોને ઊંઝા તરફથી આવતી એક ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા મહિલા હવામાં 7 ફૂટ ઊંચે ઉડી 50 ફૂટ જેટલું રસ્તા પર ગાડી ઘસડાઈ જતી જોવા મળી હતી.