ETV Bharat / state

ખેરાલુ નજીક હિટ એન્ડ રનની ઘટના, કારની ટક્કરે રાહદારીનું મોત, ચાલક ફરાર - police

ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે હિટ એન્ડ રનની ઘટનામાં ગામના જ રાહદારીનું અજાણ્યા વાહનની ટકકરે સારવાર પહેલા જ મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ગુન્હો નોંધી કાર ચાલકની શોધખોળ આરંભી છે.

ખેરાલુ પાટિયા નજીક કારની ટકકરે રાહદારીનું મોત

author img

By

Published : Feb 13, 2020, 12:48 PM IST

મહેસાણાઃ જિલ્લાના ખેરાલુ નજીક મલેકપુર ખે ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતમાં મલેકપુર ગામના જ એક રાહદારીને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા રમણજી ઠાકોર નામના રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ખેરાલુ પાટિયા નજીક કારની ટકકરે રાહદારીનું મોત

આ ઘટના સ્થળે આસપાસના ગામલોકો આવે તે પહેલા કાર ચાલક ફરાર થઈ ચૂક્યો હતો, ત્યારે સ્થાનિકોએ ઇજાગ્રસ્ત રમણજી ઠાકોરને 108 એમ્બ્યુલન્સની મદદથી ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં હાજર તબીબે રમણજી ઠાકોરને ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કર્યું હતું. જે માહિતીની પોલીસમાં જાણ કરાતા ખેરાલુ પોલીસે અકસ્માતમાં મોત થવાનો ગુન્હો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.