ETV Bharat / state

Loudspeaker Controversy : મંદિરમાં લાઉડસ્પીકર પર આરતી કરવા બદલ આધેડની કરાઇ હત્યા - Mehsana Murder near Meldi Temple

ઉત્તર પ્રદેશના લાઉડ સ્પીકર (Loudspeaker Controversy) વિવાદના ગુજરાતમાં પડધા પડ્યા છે, ઢોરમાર મારીને આધેડની હત્યા (Murder) કરી દેવામાં આવી છે. અમદાવાદ બાદ મહેસાણામાં બન્યો બીજો મોટો બનાવ જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાઉડ સ્પીકર પર મોટા અવાજે આરતી ન કરો એવું કહેતા મામલો બિચક્યો હતો.

Loudspeaker Controversy
Loudspeaker Controversy
author img

By

Published : May 7, 2022, 6:20 PM IST

Updated : May 7, 2022, 6:57 PM IST

મહેસાણા : મહેસાણા (Mehsana District) જિલ્લામાં આવેલા મેલડી માતાજીના મંદિરે લાઉડ સ્પીકર (Loudspeaker Controversy) પર આરતી કરવા પર શુક્રવારે એક આધેડની હત્યા કરી દેવામાં આવી. જેનું નામ જસવંતજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. 40 વર્ષના આધેડને એમના જ સમુદાયના લોકોએ ઢોરમાર મારીને પતાવી દીધો હતો. આ કેસમાં પોલીસે આરોપી સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જયંતીજી ઠાકોર, જાવનજી ઠાકોર અને વિનુજી ઠાકોરની ધરપકડ કરી છે. તારીખ 4 મેના રોજ મહેસાણાના સુદુરવર્તી ગામના લક્ષ્મીપુરામાં આ ઘટના બની હતી. મહેસાણા પોલીસે (Mehsana Police) તારીખ 6 મેના રોજ સમગ્ર કેસની તપાસ કરીને આરોપીઓ સામે હત્યાની કલમ અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

  • Gujarat | A 40-year-old man was beaten to death allegedly for playing loudspeaker at a temple in Mudarda village of Mehsana. Six persons were arrested and charged with murder, rioting, assault, says police. pic.twitter.com/nD6eq6JPqN

    — ANI (@ANI) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - જાહેરમાં લાઉડ સ્પીકરના ઉપયોગ મુદે જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી

મહેસાણામાં આ કારણોસર કરાઇ હત્યા - આ કેસમાં મૃતક એક મજૂર છે. જે પોતાના ઘરની નજીક આવેલા મેલડી માતાના મંદિરે આરતી કરી રહ્યા હતા. તારીખ 4 મેના રોજ જસવંતજી પોતાના ભાઈ સાથે સાંજના સમયે આરતી કરવા માટે પહોંચ્યા હતા. પછી લાઉડ સ્પીકર પર આરતી કરવામાં આવી હતી. મૃતકના ભાઈ અજીતે જણાવ્યું કે, થોડા સમય બાદ સદાજી ઠાકોર નામનો એક વ્યક્તિ એની પાસે પહોંચ્યો અને લાઉડ સ્પીકર પર આરતી કરવા મુદ્દે ફરિયાદ કરી. બંન્નેને કહ્યું કે, લાઉડ સ્પીકર પર મોટા અવાજે આરતી ન કરો, પછી જસવંતજી અને તેમના ભાઈને ગાળો ભાંડી હતી, પછી ધમકાવીને પોતાના સાગરિત વિષ્ણુંજી, બાબુજી, જયંતીજી, જવાજી અને વિનુજીને બોલાવ્યા હતા. જેઓ લાકડી સાથે જસવંતજી પર તૂટી પડ્યા હતા.

આ પણ વાંચો - Pravin Togadia Rajkot Visit: ગુજરાતની મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવા અંગે પ્રવીણ તોગડિયા શું બોલી ગયા, સાંભળો

છ વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ - હુમલો થયા બાદ મૃતકના 10 વર્ષના ભત્રીજાએ પોતાની માતાને ફોન કરીને જાણ કરી હતી. આ બાબતની જાણકારી પોલીસને આપવામા આવી હતી. આ કેસમાં મૃતકના ભાઈએ આ તમામ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ (Mehsana Police) નોંધાવી છે. ઈજાગ્રસ્ત થયેલા અજીતને પણ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને જસવંતજીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અજીતના જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. મહેસાણા પોલીસે આ કેસમાં કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

Last Updated : May 7, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.