- ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન
- ડેન્ગ્યુની બીમારીમાં અતિ ગંભીર બનતા સારવાર દરમિયાન મોત
- છેલ્લા કેટલાક દિવસોથી આશા પટેલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ હતા
ઊંઝા: ડેંગ્યુની બીમારી સામે સારવાર લઈ લડી રહેલા ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ (Mla of Unjha Ashabahen Patel)નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન અવસાન (Unjha MLA die at Ahmedabad hospital) થયું છે, ડેન્ગ્યુની બીમારીમાં સપડાયેલા આશા પટેલની સારવાર દરમિયાન હાલત ગંભીર બનતા અમદાવાદ ખાતે સારવાર કરાવવામાં આવી રહી હતી. જો કે, ત્યાં સ્થિતિ અતિ ગંભીર બનતા અંતે તેમણે દમ તોડ્યો છે.
શિક્ષિત નારી ઊંઝા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકેનું ગૌરવ
આશા પટેલે ડેન્ગ્યુ જેવી બીમારી સામે દમ તોડ્યો છે, ત્યારે તેમના અવસાનથી આજે ગુજરાત સરકારે એક ધારાસભ્ય ગુમાવ્યા છે. સાથે ઊંઝા વિધાનસભા બેઠક પરના મતદારોએ એક શિક્ષિત અને સામાજિક સેવાકીય વ્યક્તિ ગુમાવ્યા છે. આજે ઊંઝા પંથકમાં આશા પટેલના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે તેમના જીવન સફર (Life Journey of Ashabahen Patel) પર પણ એક નજર કરવી રહી.
ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબહેન પટેલની જીવન સફર
- 06 જાન્યુઆરી 1977માં વિસોળ ગામે થયો હતો આશા પટેલનો જન્મ
- કેમેસ્ટ્રી વિષયમાં ઉચ્ચ અભયસ કરી ડોકટર ડીગ્રી મેળવી
- BSC, B.Ed., અને PHD, કરી પ્રોફેસર બન્યા હતા
- આશા પટેલે વિસનગર એમ.એન.કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી
- અપરણિત રહી સમાજ સેવા અને શિક્ષણ સેવાનું કાર્ય કરતા રહ્યા
- આશા પટેલ ઊંઝા વિસ્તારનો લોકપ્રિય ચહેરો બન્યા
- રાજકીય અને સામજિક ગતિવિધિઓમાં રસ ધરાવતા
- કોરોના કાળમાં મહિલાઓ સાથે મળી માસ્ક બનાવી વિતરણનું સેવા કાર્ય
- રાજકીય ક્ષેત્રે ઊંઝા વિધાનસભા પર કોંગ્રેસના બેનર પર અનેક વાર ચૂંટણી લડ્યા
- અગાઉ ઊંઝાના ભાજપ નેતા નારણ પટેલ સામે વિધાનસભા ચૂંટણી હાર્યા
- 2017માં પાટીદાર આંદોલન સમયે આશા પટેલ કોંગ્રેસમાંથી ઉનજના ધારાસભ્ય બન્યા
- 2019માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા
- પહેલા કોંગ્રેસમાં બાદમાં ભાજપમાં આવી ધારાસભ્ય બન્યા
- ગુજરાત સરકારમાં ઊંઝા બેઠક પર બે વાર ધારાસભ્ય બન્યા
- ઊંઝાના જનસંઘથી ભાજપના પીઠ નેતા નારણ પટેલને હરવાનાર એક માત્ર મહિલા
- આશા પટેલ ધારાસભ્ય ઉપરાંત 7 જેટલી સંસ્થાઓમાં સભ્ય
ઊંઝા તાલુકાના વિસોળ ગામના વતની હતા ડોકટર આશાબહેન પટેલ
આશા પટેલએ ઊંઝા તાલુકાના વિસોળ ગામના વતની હતા. તાલુકાના વિસોળ ગામે 06 જાન્યુઆરી 1977ના રોજ તેમનો જન્મ થયેલો અને નાની ઉંમરમાં તેઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક એક્ટિવિટીમાં ખૂબ હોશિયાર હતા. તેઓ યુવા વયે ઉચ્ચ શિક્ષણ માટે સાયન્સ વિષય પસંદ કરી તેમાં આગળ વધ્યા. સમય જતાં તેઓ શિક્ષણમાં અનેક સોપાનો સર કરી બીએસી. બીએડ અને કેમેસ્ટ્રીમાં પીએચડી કરી પ્રોફેસર બન્યા, તેમને પ્રોફેસર તરીકે શૈક્ષણિક નગરી વિસનગરની એમ.એન.કોલેજમાં ફરજ બજાવી હતી.
શિક્ષણ બાદ તેઓની રાજકીય સફર શરૂ થઈ
આશા પટેલે એક સાહસિક સ્ત્રી હોવાને નાતે તેઓ સામજિક અનવ શૈક્ષણિક સફરની સાથે સાથે રાજકીય સફરમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષમાંથી તેઓ ઊંઝાના દિગ્ગજ નેતા નારણ પટેલ સામે અનેક વાર ચૂંટણી જંગ લડ્યા, પરંતુ તેમને 2017ની વિધાસનભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન સમયે સંજોગો વસાત મતદારોએ વિજય બનાવતા તેઓ કોંગ્રેસમાંથી ઊંઝા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. બાદમાં વર્ષ 2019માં તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથેની રાજકીય સફર શરૂ કરી અને ફરી એકવાર ભાજપના દિગ્ગજ માનવામાં આવતા નેતા નારણ પટેલનું પત્તુ કાપી તેઓ 2019ની ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી (Unjha by election 2019)માં ભાજપ તરફથી ઉમેદવાર બની ધારાસભ્ય બન્યા. આ સમય સંજોગોમાં ભાજપના જ કેટલાક કાર્યકરોને આશા પટેલ આયાતી ઉમેદવાર તરીકે ધારાસભ્ય બનતા નારાજગી પ્રસરી હતી, પરંતુ ભાજપના શિસ્ત પાલનને પ્રાધાન્ય આપી મામલા પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. બાદમાં આશા પટેલે ઊંઝા એપીએમસીમાં વર્ષોથી જ્યાં નારણ પટેલનું સાશન ચાલતું હતું તેવી નામાંકિત મોટી સહકારી સંસ્થા પોતાના ધારાસભ્ય તરીકેના બળ પર આંચકી લઈ પોતાના સમર્થક દિનેશ પટેલને ચેરમેન બનાવ્યા હતા. આમ આશા પટેલ ઊંઝા વિસ્તારમાં રાજકીય અને સહકાર ક્ષેત્રે એક ઉભરતો ચહેરો બની ગયા હતા. બાદમાં આશા પટેલ એપીએમસીમાં કરોડોના શેષ કૌભાંડમાં શામેલ હોવાના આક્ષેપો થતા તેઓ કાયદાકીય લડતમાં જોડાયા હતા. આમ આશા પટેલના રાજકીય જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા છે.
ધારાસભ્ય હોવા સાથે વિવિધ સંસ્થાઓમાં સભ્ય
આશા પટેલ પોતાની સામજિક, શૈક્ષણિક અને ખેતી વિષયક સાથે રાજકીય સફરમાં અનેક પ્રવૃતિઓમાં જોડાયેલા હતા. જેમ કે કારોબારી સભ્ય, ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ, ઉંઝા. કેબિનેટ ઓફિસર, લાયન્સ ઈન્ટરનેશનલ ક્લબ, ૩૨૩-બી. મહામંત્રી, ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજ સભ્ય, અને
(1) વુમન્સ ઈન્ટરનેશનલ લિગ ફોર પીસ એન્ડ ફ્રીડમ.
(2) સમકક્ષતા સમિતિ, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
(3) એન.એસ.એસ. સલાહકાર સમિતિ, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
(4) નાણાકીય સમિતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
(5) એન્ટી-રેગિંગ સમિતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
(6) બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર્સ એન્ડ રિસર્ચ, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
(7) ચોર્યાસી કડવા પાટીદાર ઉત્તેજક મંડળ. ટ્રસ્ટી, ટ્રાફિક પોલીસ બ્રિગેડ, મહેસાણા.
(8) પીએચ.ડી. ગાઈડ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
(9) કો-ઓર્ડિનેટર (ઉ.ગુ.), ઉત્તર ગુજરાત રાજીવ ગાંધી સ્ટડી સર્કલ.
ઉપરાંત, તેઓ વિવિધ પ્રવૃતિઓમાં રુચિ ધરાવતા અને વાંચન, સમાજસેવા, પ્રવાસ, જનસંપર્ક જેવી પ્રવૃતિઓ એમના શોખ તરીકે વિકસેલા હતા. તેમને અન્ય વિદેશ પ્રવાસમાં માત્ર દુબઈ સુધીની યાત્રા કરેલી છે.
આ પણ વાંચો: ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતનાં નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો: BJP MLA in Ahmedabad Hospital: ઊંઝા ભાજપના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજૂક, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ