- ખેરાલુ તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા હતા
- અમદાવાદ ભોયંગદેવ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં થયું મોત
- છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર લેતા હતા
- ખેરાલુમાં ખુબ મોટી સંખ્યામાં હાલ કોરોના પોઝીટીવ કેસ હોવાની ચચૉઓ
મહેસાણાઃ જિલ્લામાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. ત્યાં અધિકારીઓ હોય કે પદાધિકારીઓ કે પછી સામાન્ય નાગરિકો સતત કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે ખેરાલુના નાયબ મામલતદાર વિજય મકવાણાનું પણ કોરોનાથી મૃત્યુ નીપજ્યુ છે.
આ પણ વાંચોઃ ગોંડલના SRP જવાનનું તામિલનાડુમાં કોરોના કારણે મોત
નાયબ મામલતદારના મોતને પગલે પરિવાર અને સેવા સદનમાં શોક છવાયો
વહીવટી તંત્રમાં રહી પ્રજાની સેવા માટે ફરજ પર કાર્ય કરતા વિજય મકવાણા, તાજેતરમાં ખેરાલુ નગરપાલિકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પોતે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જેમની સ્થિતિ કથળતા અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી. જોકે 10 દિવસ ચાલેલી સારવાર બાદ પણ વિજય મકવાણાની સ્થિતિમાં સુધારો ન આવ્યો ન હતો. અંતે તબીબોની મથામણ બાદ પણ તેમનો જીવ બચાવવામાં સફળતા ન મળતા, તેઓનું કોરોનાની બીમારીમાં જ મોત થયું છે.