- મોરબીથી બનાવટી રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્યમાં સપ્લાય કરવામાં આવ્યા
- કડી પોલીસ અને મોરબી LCBની ટીમે તપાસ શરૂ કરી
- મેડિકલ સંચાલક યુસુફે મોરબીથી 700 જેટલા બનાવટી ઇન્જેક્શન ખરીદ કરી હતી
મહેસાણા : કોરોના મહામારીના સમયે દર્દીઓની દવા અને સારવાર માટે તેમના પરિવારજનો ધરતી-આકાશ એક કરી રહ્યા છે. ત્યારે આ મજબૂરીનો ફાયદો ઉઠાવતા મોરબીથી બનાવટી રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્યમાં સપ્લાય કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઇન્જેક્શન કૌભાંડની તપાસનો રેલો હવે મહેસાણાના કડીમાં આવતા કડી પોલીસ અને મોરબી LCBની ટીમે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે સરકાર મદદ કરી રહી છે: સી. આર. પાટીલ
મેડિકલ સંચાલક યુસુફે મોરબીથી 700 જેટલા બનાવટી ઇન્જેક્શન ખરીદ કરી
કડી પોલીસ અને મોરબી LCBની ટીમે કડીમાં આવેલા અનેક મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતા મેડિકલ સંચાલક યુસુફે મોરબીથી 700 જેટલા બનાવટી ઇન્જેક્શન ખરીદ કરી હતી. આ વાતની કબૂલાત કરતા મોરબી LCBની ટીમે યુસુફની અટકાયત કરી વધુ પૂછપરછ માટે ધરપકડ કરાઇ છે. કડીમાં મોટાભાગના બનાવટી ઇન્જેક્શનનોનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં થયા છે છતાં આ વાતથી સ્થાનિક તંત્ર અજાણ રહ્યું હતું.
આ પણ વાંચો : મોરબી પોલીસે નકલી રેમડેસીવીર વેચતાં 6ની કરી ધરપકડ