ETV Bharat / state

કોરોના સંક્રમણ વધતાં કડી પાલિકા ટીમ એક્શનમાં, ભીડભાડ વાળી દુકાનો કરાવી બંધ

author img

By

Published : Nov 24, 2020, 2:18 PM IST

મહેસાણા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા સ્થાનિક તંત્રને તાકીદ કરતા કડી નગર પાલિકા ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો અને નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

cx
cx

  • કડીમાં વધતા જતા કોરોના કેસો સામે પાલિકા ટીમ એક્શન મોડમાં આવી, ભીડભાળ વાળી દુકાનો બંધ કરાવી
  • કડી નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનારા અને ભીડભાડ કરનારા સામે કાર્યવાહી
  • 7 જેટલી દુકાનો બંધ કરાવી નોટિસ પાઠવવામાં આવી
  • કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે કડી નગરપાલિકાની લાલ આંખ

    મહેસાણઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા સ્થાનિક તંત્રને તાકીદ કરતા કડી નગર પાલિકા ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો અને નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
  • નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનારા અને ભીડભાડ કરનારા સામે કાર્યવાહી

કડી નગરપાલિકા વિસ્તારમાં અનેક એવા જાહેર બજારો આવેલા છે, જ્યાં બાળકોથી લઈ વયવૃદ્ધ લોકોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે. જોકે બજારમાં આવતા ગ્રાહકો ખરીદીમાં અને વેપારીઓ વેપારમાં મસ્ત બની રહેતા દુકાનોમાં ભારે ભીડભાળ જોવા મળતી હોય છે અને કોરોના સંક્રમણનું જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે સરકારના આદેશ અનુસાર કડી નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર વિસ્તારોમાં મુલાકાત કરી માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જે વેપારીઓ પોતાની દુકાનમાં ભીડભાળ કરતા નજરે પડે તેમની દુકાન બંધ કરાવી કોવિડ19ની ગાઈડલાઈનના ભંગ બદલ નોટિસો આપવામાં આવી છે.

કેટલીક દુકાનો કરાઈ સીલ

કડી નગરપાલિકા ટીમની કાર્યવાહી સામે કડી બજારમાં આવેલા ફરસાણ, કાપડ, વાસણ અને સસ્તા અનાજની દુકાન સહિત 7 જેટલી દુકાનો હાલમાં નોટિસ પાઠવી બંધ કરાવી દેવામાં આવી છે.

વધતા જતા કોરોના કેસો મામલે જાહેર જનતાની બેદરકારીઓ સામે આવતા કડી પાલિકા ટીમની દ્વારા કરાયેલી કાર્યવાહીને પગલે હવે અનેક વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો છે તો લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને માસ્કનો ઉપયોગ સાથે સામજિક અંતર બનાવી રાખે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.