- કડી તાલુકાના તમામ ગ્રામ પંચાયતોને આદેશનો પરિપત્ર જાહેર કર્યો
- દૂધ અને શાકભાજીનું વેચાણ સવારે 6થી 11 દરમિયાન રહેશે
- મંગળવારથી શુક્રવાર સવારે 7થી સાંજે 8 સુધી બજારો ખુલ્લા રહેશે
મહેસાણાઃ કડી તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા TDOએ પોતાના અધિકાર પર તાલુકામાં આવેલા તમામ ગ્રામ પંચાયતોને બંધ પાડવાના આદેશ આપ્યા છે. ત્યારે આ પત્રમાં દૂધ, શાકભાજી અને દવાઓની દુકાન કે જે આવશ્યક ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોય તેમના માટે છૂટછાટ આપવામાં આવી છે. દૂધ અને શાકભાજીની દુકાનોને આ ત્રણ દિવસ માટે સવારે 7થી 11 કલાક માટે જ છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ભરૂચમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો રહેશે બંધ
કડી તાલુકાના ગામોમાં મંગળવારથી શુક્રવાર બજારો સવારે 7થી સાંજે 8 સુધી ખુલ્લા રહેશે
મહેસાણા જિલ્લામાં કડી તાલુકા હાલના સંજોગોમાં પહેલો એવો તાલુકો બન્યો છે કે, જ્યાં તંત્રએ જાતે બંધ પાળવાના આદેશ આપ્યા છે. જેમાં 17થી 19 એપ્રિલ, 24થી 26 એપ્રિલ અને 1થી 3મે સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી બજારો સદંતર બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે મંગળવારથી શુક્રવાર સુધી તમામ બજારો સવારે 7થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિંમતનગર નગરપાલિકા એક્શન મોડમાં, શનિ-રવિ બજારમાં તાળાબંધી